GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

આ સરકારી સેવિંગ સ્કીમમાં રોકાણ કર્યુ હોય તો થશે મોટુ નુકસાન, આ છે કારણ

લોન

સામાન્ય પ્રજાને વધુ એક આંચકો લાગી શકે છે. સરકાર પીપીએફ, એનએસસી અને સુકન્યા યોજનાના વ્યાજ દર ઘટાડે તેવી શક્યતા છે. હાલમાં પીપીએફ એને એનએસસી પર ૭.૯ ટકા, સીનિયર સિટિઝન સેવિંગ પર ૮.૬ ટકા અને સુકન્યા સમૃદ્ધિ  પર ૮.૪ ટકા વ્યાજ છે. કેન્દ્ર સરકાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(એનએસસી) અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.

સેવિંગ સ્કીમ

આ સરકારી સેવિંગ સ્કીમ પર નહી મળે વધુ વ્યાજ

ઉલ્લેખનીય છે કે વર્તમાન કવાર્ટરમાં બેંકો દ્વારા એફડી જેવી જમા રકમ પર વ્યાજ દરમાં ઘટાડો છતાં સરકારે આ નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કર્યો નથી. બેંકો ઘણા લાંબા સમયથી ફરિયાદ કરી રહી છે કે સ્મોલ સેવિંગ સ્કીમ પર સરકારની તરફથી વધુ વ્યાજ આપવાના કારણે તે અન્ય જમા યોજનાઓ પર વ્યાજ દરમાં ઘટાડો કરી શકે તેમ નથી.

હાલમાં એક વર્ષની ડિપોઝીટ યોજનાઓ અને સ્મોલ સેવિંગ સ્કીમ પર મળનાર વ્યાજમાં લગભગ એક ટકાનું અંતર છે. સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દરમાં સંશોધન ત્રીંમાસિક કવાર્ટરને આધારે થાય છે. આ સપ્તાહની શરૃઆતમાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટી(એમપીસી) કોરોના વાયરસને કારણે ઉદભવેલા સંક્ટને દૂર કરવા વ્યાજ દરમાં ઘટાડો સહિત તમામ વિકલ્પો પર વિચાર કરશે.

સેવિંગ સ્કીમ

કેન્દ્રીય બેંકે ફેબુ્રઆરીમાં પોતાની દ્વિમાસિક બેઠકમાં જણાવ્યું હતું કે સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દરોને સુનિયોજિત કરવાની જરૃર છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે એક ઓક્ટોબરે અમલમાં મૂકવામાં આવેલા બેન્ચમાર્ક સિસ્ટમથી મોદ્રિક નીતિનો લાભ વધુ લોકોને પહોંચાડવામાં મદદ મળશે.

નાણા મંત્રાલય રેપો રેટમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ પબ્લિક સેક્ટરની બેંકોને આપવાનું જણાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ સરકારે પીપીએફ અને એનએસસી માટે વ્યાજ દરને ૭.૯ ટકા પર યથાવત રાખ્યો હતો. ૧૧૩ મહિનામાં મેચ્યોર થતા કિસાન વિકાસ પત્ર પર વ્યાજનો દર ૭.૬ ટકા રાખવાનો સરકારે નિર્ણય લીધો હતો.આ દરમિયાન કોરોનાની અસરને પગલે રેટિંગ એજન્સી ફિચે જણાવ્યું છે કે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય રિઝર્વ બેંક વ્યાજ દરોમાં ૧.૭૫ ટકાનો ઘટાડો કરી શકે છે.

Read Also

Related posts

તમારા ફોનમાં સેવ છે બેંક ડિટેલ તો તેને કરો ડિલીટ, આ વાયરસ ખાલી કરી દેશે એકાઉન્ટ

Mansi Patel

છોકરાઓ માટે ખૂબ સરળ છે હેન્ડસમ બનવું, આ 5 રીત અપનાવી પર્સનાલિટીને બનાવો વધુ અટ્રેક્ટિવ

Ankita Trada

ડીસાના જેરડા ગામે તળાવમા ન્હાવા પડતા 2 બાળકોના મોત, ગામમા શોકનો માહોલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!