GSTV
Gujarat Government Advertisement

પીએફ પર મળવા વાળું 8.5% વ્યાજ થઇ શકે છે 4.9%, જાણો નવા નિયમની કોના પર થશે કેટલી અસર

પીએફ

Last Updated on February 8, 2021 by Mansi Patel

જે નોકરિયાત લોકો છે જેમનું વોલેન્ટિયરી પ્રોવિડેન્ડ ફંડ જમા રેગ્યુલર પ્રોવિડંડ ફંડ ભેગું કરી વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુ રહે છે એમને આવતા વર્ષે ઓછું રિટર્ન મળશે. જેટલું વધુ PF કોન્ટ્રીબ્યુશન થશે એટલું ઓછું રિટર્ન મળશે. આ એટલા માટે કારણ કે સરકાર પીએફ પર મળવા વાળા વ્યાજ પર ટેક્સ લગાવવા જઈ રહી છે. એની અસર કર્મચારીને મળતા રિટર્ન પર પડશે. જો કે ટેક્સની દર એક જેવી જ રહેશે. એ ઉપરાંત એ મામલામાં જ્યાં સરચાર્જ લાગે છે. 2.5 લાખ સુધી પીએફ પર 8.5% રિટર્ન મળે છે. એના પર મળવા વાળા વ્યાજ પર સરકાર ટેક્સ નહિ લગાવે.

આ રીતે ગણાશે આવક

કર્મચારી

જે લોકોનું પીએફ કોન્ટ્રીબ્યુશન 36 વર્ષથી 48 લાખ છે એમની આવક 1 કરોડ આજુબાજુ માનવામાં આવશે. એ ઉપરાંત 10% સરચાર્જ લાગશે જેનું પીએફ કોન્ટ્રીબ્યુશન 60 લાખ આજુબાજુ છે. એમની આવક 1-2 કરોડ આજુ બાજુ હોઈ શકે છે જેમના વ્યાજ પર 30% ટેક્સ લાગશે અને 15 સરચાર્જ હશે. ત્યાં જ 1.20 કરોડના પીએફ કોન્ટ્રીબ્યુશનના વ્યાજ પર 30% ટેક્સ અને 25% સરચાર્જ લાગશે. જેનું પીએફ કોન્ટ્રીબ્યુશન 2.5 કરોડ આજુબાજુ છે એમના વ્યાજ પર 30% ટેક્સ અને 37% સરચાર્જ લાગશે.

આટલું મળશે રિટર્ન

જણાવી દઈએ કે 2.5 લાખ સુધીના પીએફ કોન્ટ્રીબ્યુશન પર 8.5% સુધીનું પીએફ રિટર્ન મળશે. 3 લાખ પર 8%, 6 લાખ પર 6.9%, 12 લાખ પર 6.4%, 24 લાખ પર 6.1%, 36-48 લાખ પર 5.2%, 60 લાખ પર 5.5%, 1.2 કરોડ પર 5.2% અને 2.5 કરોડના પીએફ કોન્ટ્રીબ્યુશન પર 4.9% રિટર્ન મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!