GSTV

તમારા રોકાણના વ્યાજથી થતી કમાણી ઉપર કેવી રીતે લાગે છે ટેક્સ, આ રીતે તેમાં મળી શકે રાહત

itr

Last Updated on October 13, 2020 by Mansi Patel

એવા ઘણા રોકાણકારો છે કે જેઓ સલામત રોકાણ ઇચ્છે છે, પછી ભલે તેમને અન્ય વિકલ્પો કરતા થોડો ઓછું વળતર મળી રહ્યુ હોય. આવા રોકાણ વિકલ્પોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD), એનએસસી (NSC), પીપીએફ, (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) અને બેંકના અન્ય વિકલ્પો શામેલ છે. પરંતુ આવા વિકલ્પોમાં ટેક્સની જવાબદારી પણ ઉભી થાય છે. એટલે કે, તમને જે વળતર મળશે તેનાં ઉપર તમારે ટેક્સ પણ ભરવાનો હોય છે.

બેંકનાં બચત ખાતામાં જમા પૈસા પર ટેક્સ

જ્યારે તમે કોઈપણ બેંકમાં બચત ખાતું ખોલો છો, ત્યારે બેંક તમને તેના પર વ્યાજ ચૂકવે છે. જણાવી દઈએકે, ટેક્સના નિયમો અનુસાર, વળતર તરીકે મળેલા આ વ્યાજ પર પણ ટેક્સ આપવાનો હોય છે. પરંતુ તેની એક મર્યાદા છે. બચત ખાતા પર વળતર તરીકે પ્રાપ્ત થયેલ કુલ વ્યાજ રૂ.10,000 થી વધારે હોય ત્યારે આ કિસ્સામાં ટેક્સ ચૂકવવો પડે છે, પછી વધારાની રકમ પર ટેક્સ ભરવો પડે છે.

બેંક એફડી પર ટેક્સ

જ્યારે તમે કોઈ બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવો છો, ત્યારે તેમાંથી મળેલી વ્યાજની રકમ પર ટેક્સ લાગે છે. આમાં, બેંક પણ છેલ્લે વ્યાજ ક્રેડિટ કરતી વખતે 10 ટકા ટીડીએસ કાપે છે. અને હા જો તમે ઉંચા ટેક્સ બ્રેકેટમાં આવતા હોય તો તમારે એક્સ્ટ્રા ટેક્સ પણ ચુકવવાનો હોય છે.

પીપીએફ ખાતા પર શું છે ફંડા

જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પીપીએફમાં રોકાણ કરવા માટે આવકવેરા કાયદા 80સી હેઠળ કર મુક્તિની જોગવાઈ છે. જ્યારે પીપીએફમાં જમા થયેલ નાણાં મેચ્યોર થાય છે, ત્યારે વ્યાજ તરીકે પ્રાપ્ત રકમ પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી.

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)

એનએસસીમાં રોકાણ કરેલી રકમ આઇટી એક્ટની કલમ 80 સી હેઠળ છૂટ માટે એલિજીબલ છે. NSC પર વાર્ષિક વ્યાજ મળે છે, જે ફરીથી તેમાં જ રોકાણ કરાય છે અને તેથી વાર્ષિક ધોરણે કોઈ ટેક્સ આપવાનો રહેતો નથી. જો કે, મેચ્યોરિટીના સમયે મળેલ વ્યાજને ‘અન્ય સ્રોતમાંથી આવક’ હેઠળ ટેક્સ લાગુ કરવા માટે જવાબદાર માનવામાં આવે છે. આ ટેક્સ તે વ્યક્તિને લાગુ આવકવેરા સ્લેબ પર જમા કરવામાં આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

પીપીએફની જેમ, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં, મેચ્યોરિટી સમયે મળેલા વ્યાજના નાણાં પર કોઈ ટેક્સ લાગતો નથી. આ રોકાણ પરના રોકાણકારોને આવકવેરાની કલમ 80 સી હેઠળ ટેક્સ મુક્તિ આપવામાં આવે છે.

READ ALSO

Related posts

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

નવુ સેવિંગ અકાઉન્ટ / ATMમાંથી રોજ કાઢી શકો છો 1.5 લાખ રૂપિયા, જમા રૂપિયા પર FD કરતા વધુ વ્યાજ અને મફતમાં 25 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ: આ બેંકે કરી નવા ખાતાની જાહેરાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!