GSTV
Gujarat Government Advertisement

ફાયદાની વાત/ SBIમાંથી હોમ લોન લેનારા ગ્રાહકો માટે ખુશખબર, ઘરેબેઠા થઇ જશે તમારુ આ કામ

sbi

Last Updated on August 31, 2020 by Bansari

કોરોનાકાળમાં ભારતીય સ્ટેટ બેન્ક (State Bank Of India-SBI)એ પોતાની હોમ લોન (Home Loan) ગ્રાહકો માટે એક સુવિધા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત હવે ગ્રાહકોને ઘરે બેઠા જ ઇંટરેસ્ટ સર્ટિફિકેટ (Interest Certificate) મળશે. આ સર્ટિફિકેટની આઇટીઆર (ITR) ભરતી વખતે જરૂર પડશે. કારણ કે તેના દ્વારા આવકવેરા (Income Tax)માં છૂટ મળે છે.

આ રીતે કરી શકો છો સર્ટિફિકેટ ડાઉનલોડ

  • હોમ લોન ઇંટરેસ્ટ સર્ટિફિકેટ માટે સૌપ્રથમ તમારે તમારા એકાઉન્ટને લોગિન કરવાનું છે.
  • લોગિન કર્યા બાદ તમારે ‘ઇ સર્વિસિઝ’ સિલેક્ટ કરવાનું છે.
  • ઇ-સર્વિસિઝમાં જઇને તમારે માય સર્ટિફિકેટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે.
  • અહીં તમારે તમારો હોમ લોન એકાઉન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે.
  • તે બાદ આપમેળે જ હોમ લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ તમારી સામે સ્ક્રીન પર આવી જશે.
  • તમે આ સર્ટિફિકેટની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો.
  • થોડા સમય પહેલા સુધી આ સર્ટિફિકેટ માટે ગ્રાહકોએ બ્રાન્ચ જવુ પડતુ હતું.

ખોલી શકો છો તમારુ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ

ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે SBI પોતાના કસ્ટમર્સને ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલાવાની મંજૂરી આપે છે. એકાઉન્ટ SBIની ઑફિશિયલ વેબસાઇટ onlinesbi.com અથવા sbi.co.in પર જઇને ઓપન કરી શકાય છે. તમે ઇચ્છો તો યોનો SBI એપ (YONO SBI App) પર લોગિન કરીને પણ ખાતુ ખોલાવી શકો છો.

કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ

SBI ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ફક્ત ભારતનો નાગરિક, જે ભારતમાં લાગુ કાયદા અનુસાર ડીલ કરવાની ક્ષમતા સાથે 18 વર્ષથી વધુની ઉંમરનો છે. દેશની બહાર કોઇપણ પ્રકારના ટેક્સની ચુકવણી વિના SBI ડિજિટલ એકાઉન્ટ ઓપન કરવા માટે યોગ્ય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર: ડિપ્લોમા માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન, માર્કશીટ અને ધો.10ના સીટ નંબર વગર કરી શકાશે આ કામ

Pravin Makwana

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું, લાખો લોકોના જીવ અદ્ધર

Damini Patel

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!