GSTV

મોટા ભાગના રાજ્યોમાં ઈન્ટર સ્ટેટ અને ઈન્ટ્રા સ્ટેટ ઈવે બિલ ત્રીજી જૂન પહેલા લાગુ કરાશે

Last Updated on July 30, 2019 by Alap Ramani

પહેલી એપ્રિલ-2018થી દેશભરમાં લાગુ થઈ ચુકેલું ઈવે બિલ હવે દેશના અલગ-અલગ રાજ્યોમાં એક પછી એક લાગુ કરાઈ રહ્યું છે. તેના અમલીકરણ માટે પંદરમી એપ્રિલની તારીખ નિર્ધારીત કરવામાં આવી હતી. જેથી ત્યાં સુધીમાં રાજ્ય પોતાની સિસ્ટમ તૈયાર કરી શકે.

ધીરે-ધીરે કરીને દેશના મોટાભાગના રાજ્યો હવે ઈવે બિલને અમલી બનાવી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે પહેલી એપ્રિલે રાજ્યો વચ્ચે ઈવે બિલને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું હતું. આ નિયમના લાગુ થયા બાદ પચાસ હજાર રૂપિયાથી વધુના માલસામાનને એક રાજ્યથી બીજા રાજ્યમાં પહોંચાડવા માટે હવે વ્યવસાયિકો અને ટ્રાન્સપોર્ટ્સ માટે ઈવે બિલ જનરેટ કરવા ફરજિયાત છે.

મહત્વપૂર્ણ છે કે ઈન્ટર સ્ટેટ અને ઈન્ટ્રા સ્ટેટ ઈવે બિલમાં લોકો મોટાભાગે ગુંચવાતા હોય છે. ઈન્ટર સ્ટેટ ઈવે બિલ એટલે દેશના રાજ્યો વચ્ચે ઈવે બિલને પહેલી એપ્રિલ-2018થી લાગુ કરવામાં આવ્યું હતું.

હવે તબક્કાવાર ઈન્ટ્રા સ્ટેટ ઈવે બિલ એટલે એક જ રાજ્યની અંદર શહેરો વચ્ચે માલસામાનના આવાગમનને લઈને લાગુ કરાઈ રહ્યું છે. ઈન્ટર સ્ટેટ અને ઈન્ટ્રા સ્ટેટ ઈવે બિલને ત્રીજી જૂનથી પહેલા સંપૂર્ણપણે લાગુ કરવા જરૂરી છે.

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!