GSTV

ટ્રમ્પની મુલાકાત પહેલા કાશ્મીર સરહદે સઘન સુરક્ષા વ્યવસ્થા, LOC પર સતર્કતા વધારાઈ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર પણ સતર્કતા વધારી દેવાઇ છે. તાજેતરમાં જ આતંકવાદીઓની એક ઓડિયો ટેપ જાહેર થઇ હતી. જેમાં તેઓ ટ્રમ્પની ભારત મુલાકાત દરમ્યાન મોટો હુમલો કરવાની વાતચીત કરી રહ્યા હતા. તાજેતરમાં 3 થી 4 આતંકવાદીઓની વાતચીત મકવાલ બોર્ડર પાસે રેકોર્ડ કરવામાં આવી હતી.

આતંકીઓએ કરી હતી વાતચીત

સુત્રો મુજબ 16 ફેબ્રુઆરીની રાત્રે અંદાજે દોઢ વાગ્યે આતંકવાદીઓની વાતચીતને આંતરવામાં આવી. આતંકીઓ પરસ્પર વાતચીત કરી રહ્યા હતા કે અમે પહોંચી ગયા છીએ. આગામી બે-ત્રણ દિવસમાં પોતાની જગ્યાએ પહોંચી જઇશું. મહત્વનું છે કે મકવાલ બોર્ડર જમ્મુથી ફક્ત 6-7 કિલોમીટરના અંતરે આવેલી છે.

LOC પર સૈન્ય સતર્ક

જ્યારે પણ કોઇ આંતરરાષ્ટ્રીય સ્તરની મુવમેન્ટ હોય છે ત્યારે પાકિસ્તાન આતંકી ઘટનાઓને અંજામ આપી કાશ્મીરમાં માહોલ ખરાબ હોવાનો સંદેશો આપવાનો પ્રયાસ કરે છે. જો કે સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એલઓસી પર સેના પૂરી રીતે સતર્ક છે. આતંકીઓના દરેક પ્રયાસોને નિષ્ફળ બનાવવા સેના સક્ષમ છે.

READ ALSO

Related posts

બિગબોસમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રીએ કરી લીધી આત્મહત્યા, ફાંસો લગાવી આપી દીધો જીવ

Karan

દુશ્મનના નાકે દમ લાવી દે છે આ સ્વદેશી ફાઇટર પ્લેન, જાણો શું છે ખાસિયતો સ્વદેશી તેજસની

Pritesh Mehta

Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!