GSTV
Auto & Tech Trending

વાહ! હાથ લગાવ્યા વિના જ ATM માંથી ઉપાડી શકશો રૂપિયા, જલ્દી આવી રહી છે આ ખાસ સિસ્ટમ

atm

ઇન્ટેલે (Intel) તાજેતરમાં જ એક એવી ટેક્નોલોજીનો આવિષ્કાર કર્યો છે જેનાથી હાથ લગાવ્યા વિના એટીએમ (ATM) અથવા કોઇ સ્માર્ટ ડિવાઇસ (Smart Device)ને ખોલી શકાય છે. કંપનીએ તેને RealSense ID નામ આપ્યુ છે. આ એક પ્રકારની ફેસ રિકગ્નિશન સિસ્ટમ (Face Recognition System) છે, જે યુઝર્સને ઓળખીને કોઇપણ સ્માર્ટ ડિવાઇસને અનલૉક કરી દેશે.

atm

સિક્યોરિટીને કરશે મજબૂત

કંપની અનુસાર, આ ડિવાઇસને બનાવવા માટે એક્ટિવ ડેપ્થ સેંસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી ડિવાઇસનો ઉપયોગ ATM, કિયોસ્ક (Kiosk) અને સ્માર્ટલૉકર્સ (Smart Lockers)માં સિક્યોરિટીને મજબૂત બનાવવા માટે કરી શકાશે. આ વર્ષે એપ્રિલથી જૂન મહિના વચ્ચે Intel આ ડિવાઇસને માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવી શકે છે.

atm

શું થશે ફાયદો

Intelની આ ડિવાઇસ ઓથેંટિકેશનની રીતને ઘણી મજબૂત બનાવી દે છે જેથી યુઝર્સની આઇડી ચોરી થવાનો ખતરો પણ ટળી જાય છે. આ ડિવાઇસ યુઝરના ચહેરા પર સમયે-સમયે થતા બદલાવને પણ નોટ કરે છે. એટલે કે જો વ્યક્તિના મોઢા પર દાઢી કે મૂંછ આવી જાય તો પણ આ ટેક્નોલોજી વ્યક્તિના ચહેરાને ઓળખી જશે. આ ટેક્નોલોજી માટે કોઇપણ પ્રકારના નેટવર્કની જરૂર નથી અને તેમાં યુઝર્સનો ચહેરો સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટેડ હશે. Intelએ આ ડિવાઇસની કિંમત 7,300 રૂપિયા રાખી છે.

Read Also

Related posts

‘હું જીવનના મુશ્કેલ સમયમાં છું’ લખીને અભિનેત્રી કાજોલે તમામ પોસ્ટ ડિલીટ કરી, સોશિયલ મીડિયામાંથી લીધો વિરામ

Hina Vaja

Solo Traveling: શું તમે એકલા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો? ભૂલથી પણ ન કરો આ 6 ભૂલો

Hina Vaja

upcoming movie: દ્રૌપદી સહિત ઈતિહાસ પર આધારિત છે આ 6 ફિલ્મો, દર્શકો દ્વારા ખૂબ જ આતુરતાથી જેની જોવાઈ રહી છે રાહ

HARSHAD PATEL
GSTV