GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મુકેશ અંબાણી પર લક્ષ્મીજી મહેરબાન, Jioમાં 1894 કરોડનું રોકાણ કરશે આ કંપની

jio

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જાહેરાત મુજબ તેણે પોતાની પેટા કંપની જિયો પ્લેટફોર્મનો 0.39 હિસ્સો ઇન્ટેલ કેપિટલને રૂ. 1894.50 કરોડ રૂપિયામાં વેચ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડાક જ સમય પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજે જાહેરાત કરી હતી કે તે માર્ચ, 2021ની ડેડલાઇન પહેલા જ દેવામુક્ત બની ગઇ છે. રિલાયન્સને 1.17 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું.

રિલાયન્સ

ઇન્ટેલ કેપિટલ ઇન્ટેલની પેટા કંપની છે. ઇન્ટેલ વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર ઉત્પાદક કંપની છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અન્ય 11 સોવેરિયન ફંડ અને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જીયોમાં હિસ્સો ખરીદ્યો છે. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રિલાયન્સ જીયોમાં કુલ 25.09 ટકા હિસ્સો વેચ્યો છે. છેલ્લા અઢી મહિનામાં જીયો પ્લેટફોર્મે પોતાનો 25.09 ટકા હિસ્સો વેચીને કુલ 1.17 લાખ કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે.

અઢી મહિનામાં  જિયોમાં થયેલા રોકાણ

તારીખકંપનીરકમ રૂ.ટકા
22 એપ્રિલફેસબુક43,574 કરોડ9.99
5 મેસિલ્વર લેક5,665 કરોડ1.15
8 મેવિસ્ટા11,367 કરોડ2.32
17 મેજનરલ એટલાન્ટિક6,598 કરોડ1.34
22 મેકેકેઆર11,367 કરોડ2.32
05 જૂનમુબાડાલા9093 કરોડ1.85
05 જૂનસિલ્વર લેક4546 કરોડ0.93
07 જૂનએડીએઆઇએ5683 કરોડ1.16 ટકા
13 જૂનટીપીજી4546 કરોડ0.93 ટકા
13 જૂનએલ કેટેરટોન1894 કરોડ0.39 ટકા
18 જૂનપીઆઇએફ11,367 કરોડ2.32 ટકા
03 જુલાઇઇન્ટેલ1894 કરોડ0.39 ટકા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓમાં મૂલ્યવાન પાર્ટનર તરીકે ઇન્ટેલ કેપિટલનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ સારો છે. અમે દેશના 130 અબજ ભારતીયોનું જીવન અને દેશનું આૃર્થતંત્ર સુધારવા માટે ઇન્ટેલ સાથે કાર્ય કરવા માટે આતુર છીએ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ 1.53 ટકા વધીને 1787 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં રિલાયન્સ રીટેલ અને રિલાયન્સ જીયોનું અલગથી લિસ્ટિંગ કરવામાં આવશે. ચાલુ વર્ષના છેલ્લૈા છ મહિનામા રિલાયન્સના ઓઇલ અને ગેસ બિઝનેસમાં પણ રિકવરી જોવા મળશે.

Read Also

Related posts

બૉડી શેમિંગથી પરેશાન છો અને ટ્રાન્સફોર્મ કરવા માંગો છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

Mansi Patel

આ રીતે સારાએ ઉજવ્યો 25મો બર્થ ડે, શેર કરી ક્યુટ તસ્વીરો

Arohi

Xiaomi Redmi Note 9 ખરીદવાનો શાનદાર મોકો, આજે શરૂ થયો મોટો સેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!