GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

કેશલેસ

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA) એ મંગળવારે આરોગ્ય વીમા કંપનીઓને આરોગ્ય સંજીવની વીમા પોલીસી હેઠળ મહત્તમ 5 લાખ રૂપિયાની મર્યાદાથી વધુની વીમા કવચ પૂરા પાડવાની મંજૂરી આપી છે. આ માટે તેમણે સુધારેલા નિયમોને પણ સૂચિત કર્યા છે. IRDA ની નવી માર્ગદર્શિકા અનુસાર, સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓ હવે આરોગ્ય સંજીવની પોલિસી માટે ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાથી ઓછી નહીં અને મહત્તમ 5 લાખ રૂપિયાની મર્યાદાથી વધુ નહીં, પણ આરોગ્ય સંજીવની પોલિસી માટે વીમા કવર પ્રદાન કરી શકશે.

સંબંધિત નિયમોમાં સુધારા

આ વીમા કવર 50 હજાર રૂપિયાના મલ્ટીપલમાં હશે. તે માટે IRDAએ ‘સ્ટાન્ડર્ડ પર્સનલ હેલ્થ ઇન્સ્યુરન્સ પ્રોડક્ટ્સ’ સંબંધિત નિયમોમાં સુધારા કર્યા છે. અગાઉ આ વીમા પોલીસી હેઠળ કંપનીઓને ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા અને મહત્તમ 5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવી હતી. આ વીમા કવચ ફક્ત 50,000 રૂપિયાના ગુણાકારમાં પ્રદાન કરી શકાય છે.

ફેરફાર સાથે ફરીથી લોન્ચ કરવાનો આદેશ

IRDA એ વીમા કંપનીઓને આ પોલિસીને ફેરફાર સાથે ફરીથી જાહેર કરવાનુ કહે છે. આરોગ્ય સંજીવની પોલીસી હેઠળ હોસ્પીટલમાં દાખલ થવાનો ખર્ચ ઓછી મર્યાદા સાથે મોતિયાબિંગ જેવા ખર્ચ, દાંતોની સારવાર, બીમારી અથવા દુર્ઘટનાના કારણે જરૂરી પ્લાસ્ટિક સર્જરી, બધા પ્રકારના ડેકેયર સારવાર, એમ્બ્યુલન્સ ખર્ચ પણ સામેલ છે. આયુષની હેઠળ સારવાર માટે હોસ્પીટલમાં દાખલ થવાનો ખર્ચ, હોસ્પીટલમાં ભરતી થવાથી 30 દિવસ પહેલા સુધીનો ખર્ચ અને હોસ્પીટલમાંથી રજા મળ્યા બાદ 60 દિવસ સુધીના ખર્ચાનુ પણ કવર આપવામાં આવશે. IRDA એ કહ્યુ છે કે, કોઈ ક્લેમ નહી કરવા પર દર વર્ષ માટે વીમાની રકમનને 5 ટકા સુધી વધારી દેવામાં આવશે. બ્રેક વગર પોલીસીનુ નવીનીકરણ થશે.

પોર્ટેબીલીટી સુવિધા

આરોગ્ય સંજીવની પોલિસી 1 એપ્રિલ 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પોલીસીરકોની મૂળ તબીબી આવશ્યકતાઓને આવરે છે. IRDAની સૂચના પ્રમાણે, આરોગ્ય પોલિસીમાં વીમા કંપનીને પોર્ટેબિલિટી પ્રદાન કરવામાં આવે છે. આ આરોગ્ય વીમા યોજના એક વર્ષના સમયગાળા સાથે આવે છે. જોકે, આ પોલીસી જીવનભર નવીકરણ કરી શકાય છે. આ આરોગ્ય વીમા યોજના હેઠળ, પ્રીમિયમ સમગ્ર દેશમાં સમાન રાખવામાં આવ્યું છે. વાર્ષિક પ્રીમિયમ ચુકવણી મોડ માટે 30-દિવસનો ગ્રેસ અવધિ રહેશે. ચુકવણીની અન્ય રીતો માટે, 15 દિવસ ગ્રેસ અવધિ તરીકે ઉપલબ્ધ રહેશે.

READ ALSO

Related posts

બનાસકાંઠાના કાણોદર હાઇવે પર સીએનજી ગેસની બોટલમાં લીકેજ થતા મચી અફરા તફરી

Nilesh Jethva

રવિવારે 8.5 કરોડ લોકોના ખાતામાં આવશે 17000 કરોડ રૂપિયા, જાણો મોદી સરકારની આ યોજના વિશે

Arohi

અરવલ્લી જિલ્લાની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને રિયાલીટી ચેક, જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!