GSTV

ગુજરાતમાં પાક વીમા યોજના રાફેલ કરતા મોટું કૌભાંડ, ખેતરમાંથી ગાંધીનગર પહોંચતા આંકડાઓ જાઈ છે બદલાઈ

પાક વીમામાં કૌભાંડ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું હતુ કે પાક વીમા યોજના રાફેલ કરતા મોટું કૌભાંડ છે. એક જ વર્ષમાં એક જ સીઝનમાં ઓછામાં ઓછો એક હજારથી બારસો કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કિસાન કોંગ્રેસે મેંદરડા તાલુકાના અમરગઢ અને દેવગઢના પાકવીમાના ડેટા જાહેર કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ખેતરમાંથી ગાંધીનગર આંકડાઓ પહોંચતા બદલાઈ જાય છે. આંકડાઓ બદલતા ખેડૂતને 89% પાકવીમો મળવાનો હોય તેની જગ્યાએ 11% થઈ જાય છે.

માણાવદરમાં પણ વીમા કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ

ફરી એકવાર પાક વીમાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં માણાવદર તાલુકાનું પણ કૌભાંડ સામે આવતાં માણાવદર તાલુકાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો સાથે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ ઝંપલાવી કૌભાંડના મૂળ સુધી પહોંચવા તટસ્થ તપાસ કરવાની માંગ કરી રહી છે. વર્ષ 2018-19 માં મગફળીમાં બે ટકા અને કપાસમાં પાંચ ટકા ખેડૂતો પાસેથી વીમા કંપની પ્રીમિયમ ઉઘરાવે છે જેમાં માણાવદર તાલુકામાં કપાસમાં ખેડૂતોને 14.20 ટકા વીમો મળ્યો છે જે ખરેખર 90% મળવાપાત્ર હતો.

પરંતુ વીમા કંપની અને સરકારની સાંઠગાંઠના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જેનો ભોગ ખેડૂતો બન્યા છે. તેથી ખેડૂતોની માગણી છે કે વીમા કૌભાંડના મૂળ સુધી સરકાર જાય અને તેની તટસ્થ તપાસ થાય. વીમા કંપનીના કૌભાંડના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ખેડૂતોની સાથે કોંગ્રેસ પણ વિરોધ નોંધાવ્યો છે.

READ ALSO

Related posts

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર, આવ્યું 43.37% રિઝલ્ટ- ગત વર્ષેથી 13.19% પરિણામ ઘટયું

pratik shah

ઘર માટે કરિયાણું ખરીદવાનું છે? તો અહીં ફેસ્ટિવ સીઝનમાં ગ્રોસરી ઉપર પણ મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉન્ટ

Mansi Patel

કેવી રીતે મળશે ‘વ્યાજ પર વ્યાજ’ માફીનો લાભ?, શું તમને તેનો ફાયદો મળશે કે નહી? વાંચો અહીં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!