GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

ગુજરાત વિકાસ મોડેલ કે કૌભાંડ મોડેલ : પોતાને ખેડૂતોની હામી ગણાવતી ભાજપ સરકારના રાજમાં ખેડૂતો પાયમાલ થવાના આરે

ગુજરાતમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક કૌભાંડની હારમાળા રચાઇ રહી છે. પોતાને ખેડૂતોની હામી ગણાવતી ભાજપ સરકારના રાજમાં જ કૌભાંડોને કારણે ખેડૂતો પાયમાલ થવાના આરે પહોંચ્યા છે. એક તરફ ખેડૂતો પાક વીમાની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ કૌભાંડીઓ જગતના તાતના પરસેવાના રૂપિયા પણ ચાઉં કરી ગયા છે.

  • રાજ્યમાં પાક વીમા કૌભાંડનો પર્દાફાશ !
  • જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સામે આવ્યું પાક વીમા કૌભાંડ !
  • ખેડૂત એકતા મંચના ચાંકાવનારા આક્ષેપો

એક તરફ રાજ્ય સરકાર ખેડૂતોની હામી હોવાની વાત કરી ખેડૂતોના કલ્યાણની વાતો કરે છે. બીજી તરફ ખેડૂતોના જ હકના પૈસા સરકાર અને વીમા કંપનીઓ ચાઉં કરી ગયા હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂત એકતા મંચે જૂનાગઢ અને માણાવદરમાં પાક વીમામાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ખેડૂત એકતા મંચના સાગર રબારીએ આક્ષેપ કર્યો કે સુરેન્દ્રનગરના મુળીમાં તેમજ જૂનાગઢના માણાવદરમાં પાક વીમાની ચૂકવણીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ મામલે તેમણે આંકડાઓ પણ રજૂ કર્યા. સુરેન્દ્ર નગર જિલ્લાના મૂળી તાલુકામા ખેડૂતોને નિયમ મુજબ ૬૮.૮૯% પાક વિમો મળવા પાત્ર હતો. પરંતુ સરકાર અને વિમા કંપની દ્વારા મુળી તાલુકામાં ૧૧% પાકવિમો જાહેર કરવામાં આવ્યો..એટલે કે પાકવિમામાં થયેલ ભ્રષ્ટાચારની ટકાવારી ૬૮.૮૯% – ૧૧% એટલે કે ૫૭.૮૯ % થાય.

આંકડામાં જોઇએ તો ખેડુતોને પ્રતિ હેક્ટર દિઠ રૂ.૫૫ હજાર ૧૧૨ પાક વિમો મળવા પાત્ર હતો. પરંતુ તેમને પ્રતિ હેક્ટર દીઠ તેને પ્રતિ હેક્ટર દિઠ રૂ. રૂ.૮૮૦૦ પાક વિમો આપવામાં આવ્યો. એટલે કે પ્રતિ હેક્ટર ૪૬ હજાર ૩૧૨ રૂપિયા પાક વિમા કંપની અને સરકાર ચાઉ કરી ગયા. મહત્વનું છે કે પાક વીમા યોજના શરૂઆતથી જ ખૂબ વિવાદમાં રહી છે. ખેડૂતોને સમયસર પાક વીમો ન મળવાને કારણે અનેક ખેડૂતો પાયમાલ બની ચૂક્યા છે. ત્યારે હવે ફરી એક વખત પાક વીમાનું કૌભાંડ સામે આવતા સરકાર ફરી એક વખત સવાલોના ઘેરામાં આવી ગઇ છે.

READ ALSO

Related posts

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana

મ્યુચ્યુઅલ ફંડમાં 30 વર્ષમાં 10 કરોડ મેળવી શકાય છે, બસ આ ફોર્મ્યુલા અપનાવવી પડશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!