GSTV

સંકટમાં અેલઅાઈસી : વીમાનું પ્રીમિયમ હવે કેટલું સુરક્ષિત, જમા રકમ સૌથી વધુ ડૂબેલી બેંકને અપાશે

Last Updated on June 28, 2018 by Karan

કેન્દ્ર સરકારે દેશમાં સરકારી બેંકો સામે ઉભી થયેલી નોન-પર્ફોર્મિંગ એસેટ્સની સમસ્યાથી નિપટવા માટે નવી કવાયત શરૂ કરી છે. વર્ષની શરૂઆતમાં બેંકોને એનપીએથી મુક્ત કરવા માટે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે 2.1 લાખ કરોડ રૂપિયાના રિકેપિટલાઈઝેશન પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે. હવે તે સૌથી વધુ એનપીએનો અનુપાત ધરાવતી આઈડીબીઆઈ બેંકને દેશની સૌથી મોટી ઈન્શ્યોરન્સ કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને હવાલે કરવાની તૈયારીમાં છે. મોદી સરકાર લોકોનાં નાણાં ડૂબાડવા બેઠી છે. લોકોને અાડેધડ લોન અાપી મલાઇ તાળવી લેનાર અા બેંકોને ફરી બેઠી કરવા માટે સામાન્ય જનતાના પૈસાનું પાણી કરી રહી છે. બેંકો અાડેધડ લોનો અાપી પોતાના પાપે ડૂબી છે. કમાણી કરતી બેંકો ગ્રાહકોને ધક્કા ખવડાવે છે અને કરોડપતિઅોને કરગરી  લોનો અાપે છે. અા લોન અાપવા બાબતેના નિયમોની સરેઅામ અવગણના થઈ રહી હોવાનું બહાર અાવતાં કૌભાંડો પરથી ફલિત થાય છે. બેંકોનું અેનપીઅે 7 લાખ કરોડના અાંકને વટાવી ગયું છે. સરકાર પેકેજના નામે લોકોનાં નાણાં સ્વાહા કરી રહી છે.

એલઆઈસીમાં દેશની મોટાભાગની જનતાની જમા મૂડી છે અને તે દર વર્ષે પોતાની બચતમાંથી હજારો-લાખો રૂપિયા કાઢીને એલઆઈસીની પોલિસીમાં રોકે છે. આ નાણાંના સહારે રોકાણકાર વ્યક્તિનું અને તેના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રહે છે. પરંતુ હવે કેન્દ્ર સરકાર એક બેંકને બચાવવાની કવાયતમાં તેની એલઆઈસીને સોંપણી કરી રહી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે દર વર્ષે જે નાણાં એલઆઈસીની પોલિસીમાં પ્રીમિયમ તરીકે જમા કરીએ છીએ.

શું આ નિર્ણય દેશના એલઆઈસીના ગ્રાહકોના હિતમાં

હવે તેનો ઉપયોગ બેંકોને ડૂબવાથી બચાવવા માટે કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે શું આ નિર્ણય દેશના એલઆઈસીના ગ્રાહકોના હિતમાં છે? શું કેન્દ્ર સરકારનો આ નિર્ણય એ વાતની ગેરેન્ટી આપે છે કે આમ કરવાથી આઈડીબીઆઈની એનપીએની સમસ્યા દૂર થઈ જશે? આખરમાં શું આ નિર્ણયથી એલઆઈસીના ગ્રાહકો દ્વારા તેમના જીવનકાળનું સૌથી મોટું રોકાણ સુરક્ષિત રહેશે ? હાલ દેશની 21 સરકારી બેંકોમાં સામેલ આઈડીબીઆઈ બેંકમાં કેન્દ્ર સરકારની 85 ટકા હિસ્સેદારી છે.

નાણાંકીય વર્ષ 2018 દરમિયાન કેન્દ્ર સરકારે પોતાના રિકેપિટલાઈઝેશન પ્રોગ્રામ હેઠળ બેંકની મદદ કરવા માટે 10 હજાર 610 કરોડ રૂપિયા નાખ્યા છે. તો આઈડીબીઆઈ બેંક દેશની બીમારુ સરકારી બેંકોમાં સૌથી વધારે એનપીએ અનુપાતવાળી બેંક છે.

  • સંકટમાં અેલઅાઈસી
  • અાઈડીબીઅાઈ બેંક અેલઅાઇસીને સોંપવાની તૈયારી
  • અાઈડીબીઅાઈ બેંક પર અેનપીઅેનો મોટોભાર
  • અેલઅાઈસીના વીમાધારકોની ચિંતા વધી

Related posts

World’s Richest Family / જગતના સૌથી ધનવાન પરિવારોમાં અંબાણી છે 6ઠ્ઠા ક્રમે : જાણો સૌથી વધુ સંપતિ ફેમિલી પાસે અને શું છે તેમનો બિઝનેસ?

Zainul Ansari

BIG NEWS: અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેંન્દ્ર ગીરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યો

pratik shah

‘બાળકોને સ્કૂલે મોકલવાનું ફરમાન ન કરી શકે’, સુપ્રીમ કોર્ટે દિલ્હીના વિદ્યાર્થીની અરજી ફગાવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!