GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કરોડો પોલીસીધારકોને મોટો ઝટકો! આ કારણે ભરવું પડશે બમણું ઇન્શ્યોરન્સ પ્રિમિયમ

પ્રિમિયમ

ગત કેટલાક મહિનાઓમાં વીમાનો ક્લેમ વધી ગયો છે જેને ધ્યાનમાં લેતા વીમા કંપનીઓ ટર્મ ઇન્શ્યોરન્સનું પ્રમિયમ વધારી શકે છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા પ્રિમિયમ વધારવાના કારણે જીવન વીમા કંપનીઓ દ્વારા 20થી 40 ટકા પ્રમિયમ વધારવાની સંભાવના છે. એપ્રિલ મહિનામાં જીવન વીમા કંપનીઓએ ટર્મ લાઇફ પ્લાનના પ્રિમિયમમાં 20 ટકાનો વધારો કર્યો છે. પોલીસી ડોટકોમના સીઇઓ અને સંસ્થાપક નવલ ગોયલે જણાવ્યું કે ગત કેટલાંક મહિનાઓમાં ઇન્શ્યોરન્સના ક્લેમમાં વધારો થયો હતો. જેના કારણે ક્લેમ સેટલમેંટની સંખ્યા પણ વધી હતી પરંતુ ક્લેમની સંખ્યામાં આટલો વધારો થશે તેનો કંપનીઓને પણ અંદાજો ન હતો.

પોલીસી

મજબૂરીમાં પ્રિમિયમ વધારવુ પડી શકે છે

એક અહેવાલ અનુસાર, તે બાદ રિઇંશ્યોરન્સ કંપનીઓએ પોતાનું પ્રિમિયમ વધારવાનો નિર્ણય લીધો છે. તેના કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓએ પણ વિવશ થઇને પ્રિમિયમ વધારવુ પડ્યું. જો કે હજુ પણ કેટલીક કંપનીઓએ પ્રિમિયમ વધારવાનો નિર્ણય નથી લીધો કારણ કે આ કંપનીઓ પોતાના ગ્રાહકોની સંખ્યાનું અધ્યયન કરી રહી છે.

જણાવી દઇએ કે ઇન્શ્યોરન્સ કંપનીઓનું પ્રિમિયમ મૃત્યુ દર, કેટલાં ક્લેમનો દાવો કરવામાં આવી શકે છે, સંબંધિત ક્લેમની અવેજમાં કંપની કેટલુ પ્રિમિયમ વસૂલ કરી રહી છે, તે વાતો પર નિર્ભર કરે છે. જેના કારણે આવનારા સમયમાં તેમાં વધારો થવાની સંભાવના છે. જો આવું થયું તો ઇન્શ્યોરન્સ કંપનીઓને ફરીથી પ્રિમિયમ વધારવાનું પગલુ લેવુ પડી શકે છે.

20થી 25 ટકા કિંમત વધવાની શક્યતા

પોલીસી બાઝાર ડોટ કોમના ચીફ બિઝનેસ સંતોષ અગરવાલે જણાવ્યું કે ટર્મ ઇન્શ્યોરન્સની કિંમતો 40 ટકા વધી ગઇ છે. ગત મહિને કેટલીક વીમા કંપનીઓએ ટર્મ ઇન્શ્યોરન્સના પ્રિમિયમમાં 20 ટકાનો વધારો કર્યો છે. જે કંપનીઓએ અત્યાર સુધી કિંમતો નથી વધારી, તેમની તરફથી આવનારા 3થી 6 મહિનામાં 20થી 25 ટકા કિંમતોમાં વધારો થવાની સંભાવના છે.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!