કોરોના કાળમાં ઇન્શ્યોરન્સ સેક્ટરના સારા દિવસો આવ્યાં, ખાસ કરીને હેલ્થ ઇન્શ્યોરન્સમાં વધારે તેજી જોવા મળી છે. એવામાં ઇન્શ્યોરન્સ કંપનીઓ પણ પોતાના ગ્રાહકો માટે સતત સુવિધાઓ વધારતી જઇ રહી છે. નવી સુવિધાની જો વાત કરીએ તો હવે નવી સુવિધા અંતર્ગત ડિજી લોકરમાં પણ ઇન્શ્યોરન્સ પોલિસી મૂકવામાં આવી શકે છે. આ જાણકારી ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI તરફથી આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, ‘ઇન્શ્યોરન્સ સેક્ટરમાં ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ડિજિલોકરની સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.’

DigiLocker ગવર્મેન્ટ ઑફ ઇન્ડીયાનું ઓનલાઇન લોકર છે
DigiLocker ગવર્મેન્ટ ઑફ ઇન્ડીયાનું ઓનલાઇન લોકર છે. તેની મદદથી તમે તમારા જરૂરી દસ્તાવેજ મોબાઇલ ફોનમાં ડિજિટલ પ્લેટફોર્મમાં મૂકી શકો છો અને જરૂરિયાત પડવા પર આનો ઉપયોગ પણ કરી શકાય છે. ડિજિલોકરને ગૂગલ અથવા એપલના પ્લે સ્ટોરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. વર્તમાનમાં ડ્રાઇવિંગ લાયસન્સ, કાર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વોટર આઇડી, પાન કાર્ડ, સ્કૂલ અને કોલેજના ડોક્યુમેન્ટ્સ ડિજિટલ ફોર્મમાં ડિજિલોકરમાં રાખવામાં આવે છે. આની ખાસિયત એ છે કે, જરૂરિયાત પડવા પર ડિજિલોકરમાં રાખેલા તમામ ડોક્યુમેન્ટ્સ ડિજિટલ ફોર્મમાં દેખાડવા પર આઇડી પ્રૂફની જેમ જ કામ કરે છે.

પોલિસી હોલ્ડરને પોલિસી કોપી માટે ચક્કર નહીં લગાવવા પડે
ડિજિલોકરની સુવિધા શરૂ કરી દેવાથી અનેક ફાયદાઓ થશે. એમાં પહેલો ફાયદો એ થશે કે, હાર્ડ કોપી રાખવાની જરૂરિયાત નહીં રહે. આ સિવાય પોલિસી કૉપીની પણ ઝંઝટ ખતમ થઇ જશે. અનેક વાર પોલિસી હોલ્ડરને પોલિસી કોપી માટે ચક્કર લગાવવા પડે છે. ડિજિટલ ફોર્મમાં ઉપલબ્ધ થવા પર આ સમસ્યાથી છૂટકારો મળી જશે. ઓનલાઇન થઇ જવાને કારણે ક્લેમ પ્રોસેસિંગ પણ ઝડપી અને સરળ થઇ જશે. આ સિવાય કંપની વધારે કસ્ટમરોની વચ્ચે કોઇ પણ પ્રકારના વિવાદ અથવા તો ફ્રોડના મામલા પણ ઓછાં થશે. કુલ મિલાવીને ગ્રાહકોનો અનુભવ પણ તેનાથી સારા રહેશે.
READ ALSO :
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત