GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

Kisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે આટલા હજારનો વીમો, જાણો કેવી રીતે મળશે લાભ

વીમો

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ પૂરૂ પાડે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને સસ્તી લોન પૂરી પાડવામાં આવે છે. આ લોન કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત કાર્યો માટે પૂરી પાડવામાં આવે છે. કિસાન બેન્ક અથવા એનબીએફસી દ્વારા લોન માટે અરજી કરી શકાય છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન ઉપરાંત ખેડૂતોને વધુ એક સુવિધા મળે છે જેના વિશે તેઓ મોટાભાગે મૂંઝવણ અનુભવતા હોય છે.

કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂતોને મળે છે આ સુવિધા

કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂતોને લોન સાથે વીમો પણ મળે છે. ખેડૂતોને વ્યક્તિગત દુર્ઘટનાઓ અને એસેટ માટે લોન પર વીમો મળે છે અને રાષ્ટ્રી પાક વીમા યોજના કિસાન ક્રેડિટ કાર્ડ માટે યોગ્ય પાકને કવર કરે છે. આ ઉપરાંત ઇન્શ્યોરન્સ કવરેજ પણ મળે છે. જેમ કે સ્થાયી વિકલાંગતા અથવા મૃત્યુની દશામાં 50,000 રૂપિયાની મદદ મળશે.

આ રીતે મળે છે લાભ

આ ઉપરાંત અન્ય કોઇ પ્રકારના સંકટમાં 25000 રૂપિયાની મદદ મળશે. કિસાન ક્રેડિટ કાર્ડધારકો વાળા ખેડૂતોનો પાક વીમો બેન્ક પોતાની મરજીથી ન કરી શકે. તેના માટે ખેડૂતોને લેખિત સૂચના આપવાની હોય છે કે તેને વીમો જોઇએ છે કે નહીં. જણાવી દઇએ કે સરકારે એમ કિસાન યોજનાનો લાભ લઇ રહેલા 2.5 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય લીધો છે. ખેડૂત ક્રેડિટ કાર્ડથી મળતી લોનનો વ્યાજ દર પણ ઘણો ઓછો રાખવામાં આવ્યો છે.

ખેડૂતો

કેટલો છે વ્યાજ દર

સરકાર ખેડૂતોને 7 ટકાના બદલે 4 ટકાના વ્યાજ દરે લોન આપે છે. ખેડૂતો તેના દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન ગેરેન્ટી વિના આપવામાં આવે છે. સાતે જ 5 વર્ષમાં 3 લાખ રૂપિયા સુધીની શોર્ટ ટર્મ લોન આપવામાં આવે છે. જેનો વ્યાજ દર 4 ટકા હોય છે. આમ તો 9 ટકાના દરે લોન મળે છે. પરંતુ સરકાર તેના પર 2 ટકાની સબસિડી આપે છે. આ હિસાબે તે 7 ટકા થઇ જાય છે. 

Read Also

Related posts

RBIએ ચેકનાં લેણદેણનાં નિયમોમાં કર્યો મોટો બદલાવ, હવેથી ચેક ભરતી વખતે આ ધ્યાન રાખજો

Mansi Patel

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

સાબરકાંઠા : ગાયો ચરાવતા બે ભાઈઓ પર વીજ તાર પડતા બન્નેના ઘટનાસ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!