GSTV
Gujarat Government Advertisement

LICનો ન્યૂ મની બેક પ્લાન: મની બેક, પ્રિમિયમ સહિત મળશે આટલા લાભ, જાણી લો ફાયદામાં રહેશો

Last Updated on June 19, 2019 by Bansari

ભારતીય જીવન વીમા કોર્પોરેશન(એલઆઈસી) જે ટર્મ વીમા પોલિસી, એન્ડોમેન્ટ પ્લાન અને પેન્શન સ્કીમ્સ ઓફર કરે છે, આ સાથે જ તે હવે મની બેક ઇન્સ્યોરન્સ પોલિસી પણ ઓફર કરી રહ્યું છે. એલઆઈસી ન્યૂ મની બેક પોલિસીએ ૨૦ વર્ષ માટે છે, તેમજ આ પોલિસીએ દેશના સૌથી મોટા લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા વેચવામાં આવેલી પ્રથમ પોલિસી છે.

એલઆઈસી ન્યૂ મની બેક પોલિસી-૨૦ વર્ષ આવકવેરા અધિનિયમની કલમ ૮૦-C અંતર્ગત આવકવેરાના લાભો માટે પાત્ર છે. એલઆઈસીના જણાવ્યા અનુસાર, ૧૩ વર્ષથી ૫૦ વર્ષની વય જૂથ ધરાવતા કોઈપણ વ્યક્તિ એલઆઈસી ન્યૂ બેક પ્લાન-૨૦ વર્ષ ખરીદી શકે છે, જેમાં લધુત્તમ વીમા રકમ રૂ.૧ લાખ છે.

એલઆઈસી ન્યૂ મની બેક પ્લાન-૨૦ વર્ષ ખરીદવાની પસંદગી કરનાર વ્યક્તિએ ૧૫ વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડે છે, જ્યારે આ પોલિસીની પાકતી મુદત ૨૦ વર્ષની છે, જેમાં મહત્તમ ઉમર મર્યાદા ૭૦ વર્ષની છે. એલઆઈસી પોલિસી હેઠળ મની બેક અથવા ટકાઉ સમયાંતરે ચૂકવણી પાંચમી, દસમી અને પંદરમી પોલિસી વર્ષના અંતે મૂળ વીમા રકમના ૨૦ ટકા ચૂકવવામાં આવે છે.

એલઆઈસી વધુમાં જણાવતાં કહ્યું કે, જો પોલિસી ધારક પોલિસી મુદત દરમિયાન મૃત્યુ પામે છે અને તમામ પ્રીમિયમો ચુકવે છે, તો પોલિસી ધારકના નોમિની અથવા કાનૂની વારસદારને મૂળ વીમા રકમના ૧૨૫ ટકા અથવા વાર્ષિક પ્રીમિયમના ૧૦ ગણા મળશે.

નીચે એલઆઈસી ન્યૂ મની બેક પ્લાન-20 વર્ષ માટે મૂળ વીમા રકમના રૂ.૧૦૦૦નો વાર્ષિક પ્રીમિયમ દર છે

ઉંમર(વર્ષોમાં)પ્રીમિયમ(રૂપિયામાં)
૨૦૭૮.૦૦
૩૦૭૯.૧૦
૪૦૮૨.૯૫
૫૦૯૨.૦૫

આ પ્રીમિયમ વાર્ષિક ધોરણે, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક અંતરાલ પર ચૂકવવામાં આવે છે. જો ગ્રેસ સમયગાળા દરમિયાન પ્રિમીયમ ચૂકવવામાં આવતું નથી, તો પોલિસી સમાપ્ત થઈ જશે. એલઆઈસીએ જણાવ્યું હતું કે, પ્રથમ ચૂકવેલ પ્રીમિયમની તારીખથી સતત ૨ વર્ષની અંદર, પાકતી મુદતની તારીખ પહેલાં, પ્રીમિયમના તમામ બાકીના દરોને વ્યાજ સાથે ચૂકવીને એક વિલંબિત પોલિસીને ફરી ચાલુ કરી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!