GSTV
Business Trending

ફટકો/ એક વર્ષમાં બીજી વાર મોંઘો થશે તમારો ઇન્શ્યોરન્સ, જાણો કારણ અને કેટલો થશે વધારો

ઇન્શ્યોરન્સ

Omicron માત્ર તમારા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા ખિસ્સા પર પણ અસર કરશે. હવે ટર્મ ઈન્સ્યોરન્સ લેવો વધુ ભારે પડશે. એવા સમાચાર મળી રહ્યાં છે કે ટોપ પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમના ટર્મ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ દરોમાં ફેરફાર કરવા જઈ રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં જીવન વીમા ઉદ્યોગમાં ભાવ વધારાનો આ બીજો દોર છે. પ્યોર પ્રોટેક્શન કહેવાતા ટર્મ ઈન્સ્યોરન્સ માટેનું પ્રિમીયમ ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. આ વખતે તેમનું પ્રીમિયમ 25 થી 45 ટકા વધી શકે છે. ઈન્ડસ્ટ્રીની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં રિ-ઈન્શ્યોરન્સ રેટમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ભારતમાં પણ આવું થવા જઈ રહ્યું છે.

ઇન્શ્યોરન્સ

કેમ અને કેટલો ભાવ વધશે

કેટલીક લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં જ તેમના પ્રીમિયમમાં વધારો કર્યો હતો. કોવિડ-19ના કારણે મૃત્યુદરમાં થયેલા વધારાને કારણે તેણે પ્રીમિયમ વધાર્યું હતું. આ વખતે પણ કારણ એ જ જણાવવામાં આવી રહ્યું છે.

વિતરકોના જણાવ્યા અનુસાર, ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ અને HDFC લાઈફ ઈન્સ્યોરન્સે તેમને ચોથા ક્વાર્ટરમાં ઉપરની સરફ સુધારાની શક્યતા વિશે જણાવ્યુ છે. એક બદલાવ એવો આવ્યો છે કે વીમા કંપનીઓ હવે હાઇ-વેલ્યૂ પોલિસીઓ ફક્ત તે જ લોકોને વેચી રહી છે જેઓ ગ્રેજ્યુએટ છે અથવા જેની સેલરી રૂ. 10 લાખથી વધુ છે.

પોલીસી

નિષ્ણાતો કહે છે કે વધુ સારી આરોગ્યસંભાળ સુવિધાઓ અને ઉચ્ચ આયુષ્ય ધરાવતા કેટલાક વિકસિત દેશોની તુલનામાં ભારતમાં ઇન્શ્યોરન્સ કવરની કિંમતો ઘણી ઓછી છે. જ્યારે પણ ગ્લોબલ માર્કેટમાં રિ-ઇન્શ્યોરન્સ રેટમાં રિવિઝન થાય છે, ત્યારે અહીં પણ રેટ વધારવા પડે છે.

GSTV

Read Also

Related posts

જય જગન્નાથ / ઈસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી

Zainul Ansari

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું

Zainul Ansari

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari
GSTV