GSTV
Gujarat Government Advertisement

કંપની એક મહિનાથી વધારે બંધ રહે તો આપોઆપ વીમાકવર થઈ જાય બંધ, જાણો શું છે નિયમ

પોલીસી

Last Updated on May 1, 2020 by Ankita Trada

ભારતમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં ઘણી કંપનીઓ જુદી જુદી મુસીબતોનો સામનો કરી રહી છે. તેમને ડર છે કે, જો લોકડાઉન 3 મેથી આગળ વધશે તો તેમનો ઈન્સ્યોરન્સ કવર સમાપ્ત થઈ જશે. વીમા કંપનીઓ યાદ અપાવી રહી છે કે, કલમ મુજબ જો કોઈ કંપની 1 મહિનાથી વધુ સમય માટે બંધ રહે છે, તો તેનું ઈન્સ્યોરન્સ કવર સમાપ્ત થાઈ જાય છે. તેમણે કહ્યું કે, માત્ર 3 મે સુધી છૂટ આપવામાં આવશે, ત્યારબાદ પણ કંપનીઓ બંધ રહેશે તો ઈન્સ્યોરન્સ સમાપ્ત થઈ જશે.

સરકાર કોવિડ-19ને કારણે લોકડાઉન વધારી શકે છે

આ કલમ ‘unoccupied premises’ છે, જે તમામ ફાયર ઈન્સ્યોરન્સ પોલિસીમાં હોય છે. કંપનીઓ બંધ ન રહે અને પ્લાન્ટ પણ બંધ ન રહે સાથે જ નુકસાનીનો ભય ન વધે તે માટે આ કલમ બનાવવામાં આવી છે. જોકે, લોકડાઉનની સ્થિતિનો કોઈ ઉલ્લેખ નથી. એક રાષ્ટ્રીય રીઇન્સ્યોરન્સ કંપનીએ જણાવ્યું કે, જે પ્લાન્ટ બંધ થઈ ગયા છે તે વીમા કંપની સંમત નહીં થાય ત્યાં સુધી આપમેળે કવર હેઠળ આવરી લેવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં વીમા કંપનીઓએ તેમના ગ્રાહકોને કહ્યું છે કે, 3 મે પછી પણ સરકાર કોવિડ-19ને કારણે લોકડાઉન વધારી શકે છે. ઈન્સ્યોરન્સ કંપનીઓના જણાવ્યા મુજબ આવી સ્થિતિની ફરી સમીક્ષા કરવામાં આવશે.

પોલિસી ધારકોને 3 મે સુધી એક વખત છૂટ આપવી જોઈએ

3 મે સુધી મળી છે છૂટ આ અંગે સામાન્ય વીમા પરિષદે સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ સમજે છે કે, આવી સ્થિતિમાં ઘણા પોલિસી ધારકો તેમની વીમા કંપનીઓને કવરેજ માટે જાણ કરી શક્યા નહીં હોય, તેથી તે નક્કી કરવામાં આવ્યું છે કે, તમામ પોલિસી ધારકોને 3 મે સુધી એક વખત છૂટ આપવી જોઈએ. કાઉન્સિલની વાત પણ મૂંઝવણવાળી કાઉન્સિલ દ્વારા 3 મે સુધીનો સમય આપવામાં આવશે તે અંગે પણ મૂંઝવણ છે. તે ફક્ત ફાયર ઈન્સ્યોરન્સ પોલિસી માટે છે, જ્યારે ‘ unoccupied premises’ની આ કલમ અન્ય પેકેજોમાં પણ છે.

ઈન્સ્યોરન્સ કવર જપ્ત કરવામાં આવશે

ચિંતા કરવા માટેનું બીજું કારણ એ છે કે, ઈન્સ્યોરન્સ કંપનીઓએ કહ્યું છે કે, જો ફેક્ટરીઓનો ઉપયોગ બદલાશે તો પણ ઈન્સ્યોરન્સ કવર જપ્ત કરવામાં આવશે. કોવિડ-19 ને કારણે ઘણી કંપનીઓએ તેમના કારખાનાઓનો ઉપયોગ બદલી નાખ્યો છે. ઘણી મેન્યુફેક્ચરીંગ કંપનીઓ હેન્ડ સેનિટાઇઝર બનાવી રહી છે, કેટલીક ટેક્સટાઇલ કંપનીઓ માસ્ક બનાવી રહી છે અને બાકીની વેન્ટિલેટર બનાવવામાં વ્યસ્ત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોવિડની સારવાર માટે ‘કેસલેશ’ ક્લેમથી ઇનકાર નહિ કરી શકે વીમા કંપની, નાણામંત્રીએ આપી ચેતવણી

Damini Patel

સીએમ હોવા છતાં કંઈ કરી શકતા નથીઃ દેશના ઓક્સિજન પ્લાન્ટ સેનાને સોંપી દો, પીએમ મોદીને કેજરીવાલની અપીલ

Harshad Patel

પડઘા: દર્દીઓના જીવ બચાવવામાં મળી સફળતા, GSTVના અહેવાલ બાદ કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!