GSTV
Business Trending

હવે LPG સિલેંડર પર લઈ શકાશે ઈંશ્યોરેંસ કવર! મળશે 30 લાખ રૂપિયાનો ફાયદો, આ છે ક્લેમની સંપૂર્ણ પ્રોસેસ

lpg

દેશની સૌથી મોટી વસ્તી હવે ભોજન બનાવવા માટે LPG નો જ વપરાશ કરે છે. જો સાવધાનીથી LPG સિલેંડરનો વપરાશ કરવામાં ન આવ્યો તો દુર્ઘટના થવાનો ખતરો હંમેશા બનેલો રહે છે. LPG સિલેંડરથી થયેલી કોઈ દુર્ઘટનાના કારણે જ પરિવારના સભ્યો ઘાયલ અથવા તેમની મૃત્યુ પણ થઈ શકે છે. તે સાથે જ ઘરેલુ પ્રોપર્ટીનું પણ નુકસાન થવાનો ખતરો બનેલો રહે છે. એવામાં જરૂરી છે કે, LPG સિલેંડર માટે પણ એક ઈંશ્યોરેંસ કવર વિશે પહેલાથી જ જાણી લેવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી અપ્રત્યાષિત સ્થિતિનો સામનો કરવમાં સરળતા રહે.

ઈંશ્યોરેંસ કવર કામ આવી શકે

ગેસ સિલેંડર ધમાકાના કારણે લાગનારી ઈજા, મોત અથવા ઘરેલૂ પ્રોપર્ટીના નુકસાનની સ્થિતિમાં આ ઈંશ્યોરેંસ કવર કામ આવી શકે છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ (OMCs – Oil Marketing Companies) અને ડીલર આ પ્રકારની એક LPG ગેસ ઈંશ્યોરેંસ પોલિસી ઉપલબ્ધ કરાવે છે જે ગૃપ ઈંશ્યોરેંસ કવરની જેમ હોય છે.

પ્રભાવિત લોકોને જલ્દી રાહત

ઈંડિયાન ઓયલ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જેવી ઓયલ માર્કેટિંગ કંપનીઓ એક કોમ્પ્રિહેન્સિવ ઈંશ્યોરેંસ પોલિસી લે છે. આ પોલિસીમાં LPG સાથે જોડાયેલી દુર્ઘટનાઓની સ્થિતિમાં પ્રભાવિત લોકોને જલ્દી રાહત મળી શકે. આ કંપનીઓથી રજિસ્ટર્ડ બધા ગ્રાહકોને કવર મળે છે.

પોલિસી કવરેજમાં શું સામેલ હોય છે

ઓયલ માર્કેટિંગ કંપનીઓ જે પબ્લિક લાયબિલિટી ઈંશ્યોરેસ પોલિસી લે છે. તેમાં ઈંશ્યોરેંસ પોલિસીમાં દુર્ઘટનાના કારણે થનાર નુકસાન પર કવર મળે છે. જ્યાં LPG આગનું પ્રાથમિક કારણ છે. ધ્યાન દેવુ જરૂરી છે કે, આ ઈંશ્યોરેંસ કવરનો લાભ તે સ્થિતિઓમાં મળશે નહી, જ્યાં આગનું પ્રાથમિક કારણ બીજો સ્ત્રોત છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા જુલાઈ 2019માં રાજ્યસભઆને આ ઈંશ્યોરેંસ કવર વિશે જાણકારી આપવામાં આવી છે.

મેડિકલ ખર્ચ કવર 30 લાખ રૂપિયાનો થશે

તેમાં કહેવામાં આવ્યું છે કે, મોતની સ્થિતિમાં 6 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિનું એક્સીડેંટ કવર મળશે. મેડિકલ ખર્ચ કવર 30 લાખ રૂપિયાનો થશે. તેમાં મહત્તમ 2 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિ જ મળશે. ઘરેલુ પ્રોપ્રટીનું નુકસાન હોવા પર ગ્રાહકના રજિસ્ટર્ડ ઘર પર પ્રતિ કેસમાં મહત્તમ 2 લાખ રૂપિયાનો કવર મળશે.

શું છે ક્લેમની પ્રોસેસ?

ધ્યાન આપવાની વાત છે કે, આ સરકારી ઓયલ માર્કેટિંગ દ્વારા લેવામાં આવેલી ઈંશ્યોરેંસ પોલિસીમાં બધા રજિસ્ટર્ડ ગ્રાહક સામેલ હોય છે. એવામાં આ પ્રકારની કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં વ્યક્તિને તરત ડિસ્ટ્રીબ્યુટરને લેખિતમાં જાણકારી આપવી જોઈએ. ડિસ્ટ્રીબ્યૂટર ફરી તેની જાણકારી તેલ કંપની અને ઈંશ્યોરેંસ કંપનીને જાણકારી આપશે. ત્યારબાદ તેલ કંપની તરફથી સંબંધિત દુર્ઘટનાના કારણે ઈંશ્યોરેંસ ક્લેમની ઔપચારિકતાઓને પૂર્ણ કરવામાં આવશે.

READ ALSO

Related posts

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી

Nelson Parmar

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan
GSTV