કોરોના મહામારીની લપેટમાં પૂરી દુનિયા આવી ગઈ છે. આ વચ્ચે ઈન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરીએ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કોરોનાનો ઈલાજ અને વેક્સિનેશનનો ખર્ચ ઈન્શ્યોરન્સ કંપની આપવા તૈયાર નથી. વીમા કંપની ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણની ગાઈડલાઈન પણ નથી માની રહી.

કોરોનાનો ખર્ચ આપવા તૈયાર નથી વીમા કંપની
વીમા કંપની કોરોનાના વેક્સીનેશન પર થનાર ખર્ચનું પેમેન્ટ કરવા નથી માગતી. આ પ્રકારના અનેક મામલાઓ સામે આવી ચૂક્યા છે. જ્યારે વીમા કંપનીએ કોરોનાના ઈલાજનો ખર્ચ આપવા મનાઈ કરી દીધી છે. કોરોના કાળમાં લોકોની કમાણી આમ પણ ઓછી થઈ ગઈ છે. એવામાં વીમા કંપનીઓની મનમાની લોકોની પરેશાની વધારી રહી છે.
ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણે કોવિડ-19ની વેક્સિનેશનને હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી હેઠળ કવર કરવાનો આદેશ કર્યો છે. રેગ્યુલેટરે સેવા આપનાર કંપનીઓએ કહ્યું કે, કોરોનાના ઈમ્યુનાઈઝેશનને હેલ્થ ઈન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવશે.

GIC કરી રહી છે વિરોધ
GIC જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓની એક સ્ટેચ્યૂરી બોડી છે. GICએ IRDAIના નિર્ણયનો વિરોધ કર્યો છે. GIC નું કહેવું છે કે, ઈન્શ્યોરન્સ પોલીસીમાં માત્ર હોસ્પિટલાઈઝેશન લાગત જ કવર કરી શકાય છે. આ કારણે જ હોસ્પિટલોએ 1-1 દિવસના 25 હજાર રૂપિયા સુધીનો ચાર્જ કર્યો હતો. પરંતુ વીમા કંપની તેને પૂરું પેમેન્ટ કરતી હતી. હોસ્પિટલોનું કહેવું છે કે, વીમા કંપનીઓ તેના પૂરા બિલમાં 25 % કાપીને પેમેન્ટ કરી રહી છે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય