GSTV
Home » News » ગુજરાત સરકારનો ખુલાસો : વીમાકંપનીઓ 8 અબજ રૂપિયા ઉસેટી ગઈ, ખેડૂતોને 20 અબજ ચૂકવાયા શું તમને મળ્યા ?

ગુજરાત સરકારનો ખુલાસો : વીમાકંપનીઓ 8 અબજ રૂપિયા ઉસેટી ગઈ, ખેડૂતોને 20 અબજ ચૂકવાયા શું તમને મળ્યા ?

સંકટ સમયે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ગણાતો પાક વીમો ખરેખર તો વીમા કંપનીઓ માટે રોકડી આવક સમાન બની રહ્યો છે. કારણ કે, વીમા કંપનીઓ  સીધો જ આઠ અબજ રૂપિયાનો ફાયદો થયો છે. વીમા કંપનીઓને પ્રીમીમય પેટે  કુલ 28 અબજ 66 કરોડ, 62 લાખથી વધુ અપાયા છે અને વીમા કંપનીઓએ ખેડૂતોને માત્ર 20 અબજ 29 કરોડની જ રકમ ચુકવી છે. આમ સરકારી અને વીમા કંપનીઓને  ખેડૂતો માટેની વીમા કંપનીથી અંદાજે આઠ અબજ રૂપિયાનો સીધો જ ફાયદો થયો છે. વિધાનસભામાં પૂછાયેલા સવાલ દરમિયાન તે પણ સ્પષ્ટ થયું છે કે, વીમા કંપનીઓને ખેડૂતોએ  3 અબજ 49 કરોડ 60 લાખ 41 હજાર 637  રૂપિયા ચુકવ્યા છે. જ્યારે રાજ્ય સરકારે 12 અબજ 36 કરોડથી વધુ અને કેન્દ્ર સરકારે 12 અબજ 36 કરોડથી વધુ રૂપિયા ચુકવ્યા છે.

ફાઇલ વીડિયો..

ઘણાં રાજ્યોમાં ખેડૂતો કૃષિધિરાણ લઈને જ ખેતી કરે છે. આ યોજનાને ખેડૂતોને દેવાદાર બનાવતી સ્કીમ તરીકે પણ ગણાવાઈ છે. કૃષિધિરાણ સાથે સરકારે પાકવીમો એ ફરજિયાત કર્યો છે. દેશમાં 14 કરોડ ખેડૂતો કૃષિધિરાણનો લાભ લે છે. ખેડૂતોને કુદરતી આપત્તિનાં જોખમ સામે રાહત આપતી યોજના કૃષિધિરાણ લેનાર ખેડૂતો માટે ફરજિયાત છે. કૃષિધિરાણ લો છો તો પાકવીમો પણ ફરજિયાત લેવો પડશે. વર્ષ 2016માં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ લોન્ચ થયેલી પ્રધાનમંત્રી પાકવીમા યોજના 26 ટકા સુધી પહોંચી છે. સરકાર આ વર્ષે 40 ટકા એટલે કે 776 લાખ હેક્ટર જમીનનો પાકવીમો ખેડૂતો ઉતારે તે માટે પ્રયત્નો કરી રહી છે. સરકાર વર્ષ 2019 સુધી આ યોજનાને 50 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.

budget 2019 farmers

પાકવીમા યોજનાથી વીમા કંપનીઓને બખ્ખાં

સરકારની આ યોજનાથી ખેડૂતોનું ભલું થાય કે નહીં પણ પાકવીમા સાથે સંકળાયેલી કંપનીઓને તો બખ્ખાં થઈ ગયાં છે. સરકાર સામેથી ખેડૂતોને વીમાનું પ્રીમિયમ ભરવા મજબૂર કરી રહી છે. વર્ષ 1985 થી 2016 સુધીમાં માત્ર 23 ટકા વિસ્તારને સરકાર ત્રણ જ વર્ષમાં 50 ટકાએ લઈ જવાના લક્ષ્યાંક અંતર્ગત કામગીરી કરી રહી છે. પાકવીમા યોજના ઉત્તમ છે, જરૂર છે ફક્ત સમયસર ખેડૂતોને લાભ આપવાની. ગુજરાતમાં ગત વર્ષે 13 લાખ ખેડૂતોએ પાકવીમા યોજનાનો લાભ લીધો હતો. ખેડૂતો માટે ફરજિયાતને બદલે આ યોજના મરજિયાત રખાય તેવી ખેડૂતો બુમરાણ પાડી રહ્યા છે. પાકવીમા યોજનાને પગલે પ્રથમવાર વીમાક્ષેત્રમાં ગત વર્ષે 32 ટકાનો વેપાર વધ્યો હતો. પ્રધાનમંત્રી પાકવીમા યોજના એ વાહન વીમા અને સ્વાસ્થ્ય વીમા બાદ ત્રીજા ક્રમ પર પહોંચી ગઈ છે.

Related posts

એક પળમાં 2000 કિમી દુર બેઠેલા દુશ્મનનો થશે નાશ, ભારતે કર્યું અગ્નિ-2નું સફળ પરિક્ષણ

Kaushik Bavishi

આજથી બે મહિના માટે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, ઓનલાઈન બુકિંગ દ્વારા 36 મહિલાઓએ કરાવ્યું છે પ્રવેશ માટે રજીસ્ટ્રેશન

Arohi

GST મામલે વેપારીઓ માટે આવ્યા રાહતના સમાચાર, સરકારે લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!