GSTV

31 જૂલાઈ સુધીમાં વીમા કંપનીઓને મળ્યા 1300 કરોડ રૂપિયાનાં 80 હજારથી વધારે ક્લેમ

કોરોના મહામારીએ દરેક બદલાતા દિવસની સાથે વિકરાળ થતી જઈ રહે છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 15 લાખનો આંકડો પાર કરી ચૂકી છે. સંક્રમિતોની સંખ્યા વધતાની સાથે જ હેલ્થ ઈંશ્યોરન્સ ક્લેમમાં પણ જબરદસ્ત વધારો થયો છે. જનરલ ઈંશ્યોરન્સ કાઉન્સિલ મુજબ, જૂલાઈ મહિનામાં ટોટલ 1300 કરોડ રૂપિયાના 80 હજાર ક્લેમ આવ્યા છે. કોરોનાને કારણે ઈંશ્યોરન્સ ક્લેમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જૂલાઈનો આંકડો જૂનનાં આંકડા કરતાં ત્રણ ગણો વધારે છે.

વીમા કંપનીઓનું માનીએ તો, શહેરી વિસ્તારોમાં સરેરાશ 1.5 લાખ રૂપિયા અને અર્ધ શહેરી કે ગ્રામીણ ક્ષેત્રોમાં 50 હજારથી 75 હજાર રૂપિયાના ક્લેમ મળ્યા છે.  જ્યારે આઈસીયુમાં દાખલ કરાવવાની હાલતમાં 8 લાખ સુધીમાં ક્લેમ કરવામાં આવી રહ્યા છે. દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીની પાસે જૂલાઈ મહિનાનાં અંત સુધીમાં 26.74 કરોડ રૂપિયાનાં 561 ડેથ ક્લેમ આવ્યા છે.

Corona

મહારાષ્ટ્રથી આવી રહ્યા છે સૌથી વધારે ક્લેમ

ઈંશ્યોરન્સ ક્લેમ્સની એક વધુ ખાસ વાત એ છેકે, સૌથી વધારે ક્લેમ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. 80 હજાર દાવામાંથી 35 હજાર દાવા મહારાષ્ટ્રમાંથી અને 9300 NCR Regionથી અને તામિલનાડુમાંથી 9500 દાવા કરવામાં આવ્યા છે. જૂનનાં મહીનામાં પણ 18,100થી વધારે ક્લેમ મળ્યા હતા. તે સમયે પણ મહારાષ્ટ્રમાંથી 8,950 દાવા આવ્યા હતા.

READ ALSO

Related posts

મુલાયમના પ્રભુત્વ વાળી બેંકો પર ભાજપે જમાવ્યો કબ્જો, 30 વર્ષથી ચલાવી રહેલા શાસનનો આવ્યો અંત

Dilip Patel

તમારી શાકભાજી કાપવાની રીત ખોટી હોઈ શકે છે? જાણો પૌષ્ટિકતા જાળવી રાખીને કાપવાની યોગ્ય રીત

Karan

વડોદરા/ કોરોનાની ગ્રાન્ટ ન ફાળવવા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!