GSTV

હોસ્પિટલમાં દાખલ થયા વગર પણ મળશે વીમો, આ કંપનીએ લોન્ચ કરી નવી પોલિસી

પ્રાઈવેટ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની Star Health and Allied Insurance Company Ltd એ નવી વીમા પોલિસી લોન્ચ કરી છે. આ પોલિસી હેઠળ હોસ્પિટલમાં દાખલ થયા વગર જ તમને વીમાનુ કવર મળશે એટલે કે, OPDમાં ચેકઅપ કરવા પર પણ ઈન્શ્યોરન્સનો લાભ લઈ શકો છો. આ પોલિસી હેઠળ તમે ચિકિત્સક પાસેથી સલાહ લઈ શકો છો, તપાસ કરાવી શકો થો અને મેડિકલ બિલ સહિત અન્ય લાભ પણ ઉઠાવી શકો છો. કોઈપણ પરિવારના વધારેમાં વધારે 6 લોકોને આ પોલિસી હેઠળ વીમા કવર મળી શકે છે.

પાત્રતા અને અન્ય વિવરણ

જો તમે આ ઈન્શ્યોરન્સ પોલિસ લેવા માગો છો તો, તમારી ઉંમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ. આ પોલિસીમાં તમારા પર નિર્ભર 25 વર્ષ સુધીના બાળકોને સામેલ કરવામાં આવી શકે છે. આ પોલિસી એક વર્ષના સમયગળા માટે લેવામાં આવી શકે છે. આ પોલિસીને વ્યક્તિગત અને પારિવારીક પણ લઈ શકાય છે. જેમાં 1 લાખ રૂપિયા સુધીની રકમનો વિમો કરાવી શકાય છે.

આ વસ્તુઓને થશે સમાવેશ

આ પોલિસી હેઠળ વિવિધ પ્રકારના ટેસ્ટ, ફિજિયોથેરિપી, ફાર્મેસીની સાથે કોઈપણ દુર્ઘટનાને કારણે આંખો સાથે જોડાયેલી કોઈપણ પ્રકારની મુશ્કેલીની સારવાર કવર હશે.

કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ રોયે પ્રેસ યાદીમાં જણાવ્યું કે, ઘણી એવી બીમારીઓ હોય છે, જેમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. જે OPDની અંદર આવે છે અને ઘણી વખત તેના પર વધારે પડતો ખર્ચ પણ આવે છે. તેથી જ સ્ટાર હેલ્થે Star Outpatient Care Insurance policyને લોન્ચ કરી છે.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!