GSTV

લગ્ન પહેલાં દુલ્હન ભાગે તો મળશે ઈંશ્યોરન્સ, ભૂત-પ્રેતના વીમા પર પણ મળે છે ક્લેમ

તમે આરોગ્ય, મુસાફરી, અકસ્માત અંગેના વીમા કવર વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તમને ભાગ્યે જ જાણ હશે કે, એલિયન, વેમ્પાયર અને લગ્ન પહેલાં દુલ્હન ભાગવા ઉપર પણ વીમો ઉપલબ્ધ છે. હા! ઘણી વીમા કંપનીઓ છે જે વિશેષરૂપે આવી ખાસ કવર યોજનાઓ પ્રદાન કરે છે કે જેના વિશે આપણે જાણતા પણ નથી. ચાલો જાણીએ આ કેટલીક વિશેષ વીમા યોજનાઓ વિશે.

દુલ્હનનાં ભાગવા પર વીમો

બહુ ઓછા લોકોને જાણે છે કે જો લગ્ન પહેલાં વર કે વરરાજા ભાગી જાય છે, તો આ માટે તમે ઘણી વીમા કંપનીઓ પાસેથી વીમા કવર લઈ શકો છો. આ પોલિસી હેઠળ, તમે વીમા કંપનીઓ પાસેથી લગ્ન માટે સજાવટ કે અન્ય કોઈ ખર્ચ કરેલા પૈસા માટે દાવો કરી શકો છો. તેમાં ભોજનનો પણ સમાવેશ થાય છે. વીમા કંપનીઓ આ ખર્ચનો દાવો આપે છે.

લગ્ન વીમા પોલિસી શું છે તે જાણો

વીમા કંપનીઓ પાસે લગ્ન માટે ઘણા પ્રકારની પોલિસી હોય છે. તમારી જરૂરિયાતો અનુસાર પેકેજ તૈયાર રહે છે. તમે તમારી સુવિધા પ્રમાણે પેકેજ પસંદ કરી શકો છો.

લગ્ન વીમો શા માટે જરૂરી છે

લગ્ન રદ્દ થવા પર, તમારા ઘરેણા ચોરી થવા પર અથવા તો અચાનક અકસ્માત થવા પર લગ્ન અટકી જાય તો તેના માટે વીમો જરૂરી છે. એવી તમામ સમસ્યાઓ માટે લગ્ન વીમો તમારી મદદ અને સુરક્ષા કરશે. એક સારી વીમા પોલિસી દ્વારા તમે તમારા નુકસાનની ભરપાઈ કરી શકો છો.

કંઈ વસ્તુઓનો થાય છે વીમો

લગ્ન માટે બુક કરાવેલ હોલ અથવા રિસોર્ટના એડવાન્સ નાણાંનો વીમો લેવામાં આવે છે. ટ્રાવેલ એજન્સીને કરેલા એડવાન્સ પેમેન્ટ, હોટલનું એડવાન્સ બુકિંગ, વેડિંગ કાર્ડનું પેમેન્ટ, વેડિંગ વેન્યૂ સેટથી લઈને અન્ય સજાવટ અને સંગીત માટે વીમો હોય છે.

એલિયન્સ દ્વારા અપહરણ પર વીમા યોજના

એલિયન્સ દ્વારા અપહરણ કરવા પર વીમો મળે છે. આવા વીમા આપવાની પ્રથમ કંપનીનું મુખ્ય મથક ફ્લોરિડામાં છે, તેનું નામ સેન્ટ લોરેન્સ એજન્સી છે. તે સમયથી એક એવો અંદાજ છે કે વિશ્વભરમાં 20 હજારથી વધુ લોકોએ આ વીમાની પસંદગી કરી છે. એલિયનનો ડર લોકોમાં ખૂબ જ વધારે છે, તેથી જ તેઓએ આ વીમો લીધો છે.

વેમ્પાયરથી બચવા માટે વીમો

ઘણા લોકો વેમ્પાયર બનવા અને તેમના ડરમાં પણ વિશ્વાસ કરે છે. આ બંને કિસ્સાઓમાં ડર અજીબ લાગે છે, પરંતુ લંડનમાં આવેલી વીમા કંપની Lloydsએ લોકો માટે એવી પોલિસી કસ્ટમાઇઝ કરી છે. એટલું જ નહીં, વિશ્વમાં ઘણી જગ્યાએ ભૂત-પ્રેત પર વિશ્વાસ કરવામાં આવે છે. આ સાથે સંકળાયેલા જોખમને ધ્યાનમાં રાખીને, કાનૂની પેરા નોર્મલ સોસાયટીઓ કે જેઓ આવી તપાસ કરે છે, તેમને વીમા કંપનીઓ સાથે વ્યાવસાયિક કવરેજ આપવા માટે કરાર કર્યા છે.

કોન બનેગા કરોડપતિ ઉપર વીમા કવચ હોય છે

તમે જાણો છો કે કોન બનેગા કરોડપતિમાં મળેલી ઇનામની રકમ શોના નિર્માતાઓ દ્વારા નહીં, પરંતુ વીમા કંપનીઓ દ્વારા વહેંચવામાં આવે છે. તેથી, જ્યારે પણ કોઈ વ્યક્તિ કરોડોની ઇનામી રકમ જીતે છે, તે વીમાદાતાની જવાબદારી બને છે. જો તમે તમારી કિંમતી સંપત્તિનો વીમો લેવા માંગતા હોય, તો તમે તે લઈ શકો છો.

READ ALSO

Related posts

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

Nilesh Jethva

રોકની ખામી? આ સ્ટાર્ટ-અપ આપી રહ્યુ છે UPI પર ‘Scan now એન્ડ Pay Later’ નો ઓપ્શન

Ankita Trada

VIDEO: જેને પણ માસ્ક નકામુ લાગતું હોય તેણે આ વીડિયો એક વખત જોઈ લેવો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!