GSTV
Home » News » વિકાસની આંધળી દોટ ભરી રહેલા અમદાવાદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન

વિકાસની આંધળી દોટ ભરી રહેલા અમદાવાદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન

વિકાસની આંધળી દોટ ભરી રહેલા અમદાવાદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન કેટલા અંશે વ્યાજબી છે. આ પ્રશ્ન એટલે ઉદ્દભવી રહ્યો છે કેમકે જે સાબરમતીના સંતે દેશને આઝાદી અપાવી તેમની જ પ્રતિમાની દરકાર લેવાનું તંત્ર વિસરી ગયું.

અમદાવાદમાં ઇન્કમટેક્સ ખાતે બનેલા નવા બ્રિજ પર કલરકામ કરવામાં આવ્યું. પરંતુ આ કલરકામ કરતી વખતે કારીગરોની બેદરકારીથી ગાંધીજીની પ્રતિમા પર કલર ઉડ્યો. કલર પેઇન્ટ કરતી વખતે બાપુની પ્રતિમા પર કંઇ ઢાંકવામાં ન આવતા પ્રતિમા પર કલરની રેલમછેલ જોવા મળી.

બ્રિજનું લોકાર્પણ કરવાની હોડમાં તંત્ર રાષ્ટ્રપિતાની પ્રતિમાને જાણે કે વિસરી ગયું હોય તેની સાબિતી આ દ્રશ્યો પૂરી પાડે છે. ત્યારે સવાલ એ છે કે તંત્રની આવડી મોટી બેદરકારી સામે શું કોઇ પગલાં ભરવામાં આવશે. કે પછી આ જ પ્રકારે રાષ્ટ્રપિતાનું અપમાન વારંવાર થતું રહેશે.

Read Also

Related posts

VIDEO : પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

Nilesh Jethva

પરીક્ષા વિવાદ મામલે આ કોંગી અગ્રણીએ કહ્યું, ભાજપ રૂપિયા લઇને સંઘના માણસોને નોકરી આપી રહી છે

Nilesh Jethva

સૌરાષ્ટ્રના આ યાત્રાધામે જતા ભક્તો માટે ખુશખબર, હવે નહી સર્જાય ટ્રાફિકજામના દ્રસ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!