GSTV

લોકડાઉન 3.0: કચેરીઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આટલી બાબતોનું રાખવુ પડશે ધ્યાન

કોરોના વાઇરસના ઉપદ્રવને રોકવા બાબત અને લોકડાઉનની સ્થિતિમાં સુધારા માટે યોજાયેલા આરોગ્ય અને ગૃહ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે લગ્ન તેમજ અંતિમયાત્રામાં સામેલ થઇ શકનારા લોકોની મહત્તમ સંખ્યા નક્કી કરવામાં આવી છે. લગ્ન પ્રસંગે ૫૦ થી વધુ લોકો સામેલ થઇ શકતા નથી. જ્યારે અંતિમ યાત્રામાં ૨૦ થી વધુ લોકોની પરવાનગી અપાશે નહિં. આવા પ્રસંગોએ શારીરિક અંતરના નિયમનું પાલન કરવુ પડશે. ફેસ માસ્ક પણ જરૂરી છે.

કંપનીઓ માટે નિયમ

એમણે કહ્યું કે કચેરીઓમાં હેન્ડવોશ, સેનિટાઇઝર અને સાફ-સફાઇ થાય એ જરૂરી છે. ઓફિસમાં કામ દરમિયાન બધા કર્મચારીઓના મોં પર ફેસ માસ્ક લગાયેલા હોવા જોઇએ ઓફિસમાં પણ શારીરિક અંતર જાળવણીના નિયમનું પાલન થવું જોઇએ. સ્ટાફને અલગ અલગ લંચ બ્રેક આપવા પડશે, જેનાથી એમની વચ્ચે અંતર જળવાય બધા કર્મચારીઓનું આરોગ્ય સેતું એપ પર રજિસ્ટ્રેશન પણ જરૂરી છે. ઓફિસ અને પરિવહન વાહનને સતત સેનિટાઇઝ કરાવવું પડશે. કંપનીએ હાઇજિંગ અને સફાઇના મુદે પ્રશિક્ષણ યોજવા પડશે. કંપનીઓ નજીકની કોરોના હોસ્પિટલોની યાદી પણ પોતાની પાસે રાખે અને ક્વોરેન્ટાઇન માટે સ્થાન પણ ચિન્હિત હોવું જોઇએ. એમ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવે કહ્યું.

READ ALSO

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસ્થાને દશેરાના પર્વ નિમિતે કરાયું શસ્ત્ર પૂજન

Nilesh Jethva

BIG BREAKING/ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટીવ, આઈસોલેશનમાં રહી કરશે કામ

Pravin Makwana

અંધશ્રદ્ધના રવાડે ચડેલા શખ્સે ભગવાની શિવની મૂર્તિ સામે પોતાની જ બલિ ચડાવી દીધી, એક જ ઝાટકે ડોકને કરી નાખી લોહીલૂહાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!