GSTV

લો બોલો એમપીના એક હેન્ડપંપમાંથી પાણીને બદલે નીકળી છે દારુ, બુટલેગરે કરી છે કારીગરી

મધ્ય પ્રદેશના દતિયા વિસ્તારમાં એક ખેતરના હેન્ડ પંપમાંથી શરાબ નીકળતો જોઇને ગ્રામ લોકોને નવાઇ લાગી હતી. પરંતુ પોલીસ અને આબકારી જકાત વિભાગ પાસે પાકી બાતમી હતી કે આ હેન્ડપંપની નીચે ભૂગર્ભમાં દારુ – શરાબ સંતાડેલો હતો.

શરાબનો પુરવઠો બહાર કાઢવા નાનકડા હેન્ડ પંપનો આશ્રય લીધો

આબકારી જકાત વિભાગે જમીનમાં સંતાડેલા શરાબનો પુરવઠો બહાર કાઢવા નાનકડા હેન્ડ પંપનો આશ્રય લીધો હતો. તેમની સાથે પોલીસ ટુકડી પણ હતી કારણ કે ગેરકાયદે શરાબ બનાવનારા જકાત વિભાગના કર્મચારીઓ પર હુમલો કરી બેસે એવી ભીતિ હતી. પોલીસે છ જણની ધરપકડ કરી હતી.

જમીનની ભીતર સેંકડો લીટર દેશી શરાબ સંતાડેલો હતો

આબકારી જકાતે આ શરાબ ઉપરાંત દેશી શરાબ બનાવવાની પાંચેક લાખ રૂપિયાની કાચી સામગ્રી જેવી કે સડેલો ગોળ, મહુડો, નવસાર વગેરે ઝડપી લીધી હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે જમીનની ભીતર સેંકડો લીટર દેશી શરાબ સંતાડેલો હતો.આ પ્રસંગે જિલ્લા મેજિસ્ટ્રેટ નિધિ જૈન પણ હાજર હતાં અને તેમણે અહીંના બાળકોને સમજાવ્યાં હતાં કે તેમણે ભણવું જોઇએ. તેમને ભણવા માટે પૂરતી સગવડો સરકાર આપશે.

READ ALSO

Related posts

ગુજરાતના પ્રથમ ભાજપા મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના કદાવર નેતા કેશુભાઈ પટેલની આ છે 60 વર્ષની રાજકીય કારકિર્દી

Karan

ગુજરાતનાં પૂર્વ CMનું નિધન થતાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત આજે તમામ જાહેરસભા અને પ્રચાર કાર્યો રાખ્યા બંધ

Mansi Patel

દારૂને રાજસ્થાનથી નડિયાદ પહોંચાડવાનો ભાવ રૂપિયા 50 હજાર, પોલીસની સિન્ડીકેટ જાણવા કોન્સ્ટેબલની ધરપકડ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!