GSTV
Home » News » જામનગર: ‘વાયુ’નાં ભય હેઠળ સચાણા બંદર ભગવાન ભરોસે, એલર્ટની કામગીરી કાગળ પર

જામનગર: ‘વાયુ’નાં ભય હેઠળ સચાણા બંદર ભગવાન ભરોસે, એલર્ટની કામગીરી કાગળ પર

એક તરફ વાયુ ચક્રવાતને લઇને તંત્ર એલર્ટમાં હોવાની વાતો કરાઇ રહી છે. તેમજ જોખમને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરીને મોટા મોટા આયોજનો કરાઇ રહ્યા છે. બીજી તરફ જામનગરના સચાણા બંદરે ઉલટી ગંગા જેવી સ્થતી છે. અહીં તંત્રએ એલર્ટ રહેવાને બદલે ફિસરીઝ ઓફિસને અલીગઢી તાળા લાગેલા જોવા મળ્યા. અહીં આયોજન માત્ર કાગળ પર હોય તેવી સ્થિતી જોવા મળી. તો અત્યારસુધીમાં સચાણા બંદરેથી માછીમારી કરવા ગયેલી 300 જેટલી બોટ પરત ફરી છે.

મહત્વનું છે કે તમામ માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. તેમજ માછીમારોને બોટ સલામત સ્થળે જેટી પર લાંગરવા આદેશો આપ્યાં છે. હવામાન વિભાગની સાથે રાજ્યનો મત્સ્યોદ્યોગ વિભાગ પણ આગમચેતીનાં ભાગરૂપે પગલા લઇ રહ્યો છે. ત્યારે સચાણા બંદરે બંદર અને પોર્ટ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. હવે સવાલ એ છે કે સરકાર આ ગુનાહિત બેદરકારીની નોંધ લઇને પગલા ભરશે કે કેમ?

READ ALSO

Related posts

આ વર્ષની સૌથી હોટ અવતારમાં નજરે પડી ટીવી સ્ટાર મૌની રોય, ઈન્ટરનેટ પર વાયરલ થયા PHOTOS

pratik shah

હાર્દિક પટેલ અને અમિત શાહ બન્ને આ કાર્યક્રમમાં જોવા મળશે, પોલીસનો ચુસ્ત બંધોબસ્ત

Nilesh Jethva

સુરત બાદ અમદાવાદના યુવાનોને તલવાર વડે કેક કાપવાનો પાનો ચઢ્યો, પોલીસ આવી હરકતમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!