છત્તીસગઢના રાયગઢમાં સોશ્યલ મીડિયા સ્ટાર 22 વર્ષીય લીના નાગવંશીએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ તેણે પોતાના ઘરની છત સાથે ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બતાવાઈ રહ્યું છે કે આ ઘટનામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ પરિવારજનોએ લીનાની ડેડબોડીને ફાંસીના ફંદાથી નીચે ઉતારી લીધી હતી.

આ ઘટના રાયગઢ જિલ્લાના કેલો બિહાર કોલોનીની છે. આ ઘટનાની જાણ થતાં જ ચક્રધર નગર પોલીસ ત્યાં પહોંચી અને ડેડબોડીને પોતાના કબજામાં લઈ લીધી છે. શબને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. 26 ડિસેમ્બરે બપોરે તેણે ઘરની છત પર ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તેની માહિતીના આધારે પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો.
પરિવાર રાયગઢની કેલો વિહાર કોલોનીમાં રહે છે
લીના નાગવંશીના પિતા ગ્રાહક ફોરમમાં વરિષ્ઠ સહકારી નિરીક્ષક છે. તેનો પરિવાર રાયગઢની કેલો વિહાર કોલોનીમાં રહે છે. અહીં કન્ઝ્યુમર ફોરમનું ક્વાર્ટરમાં માતાપિતા સાથે લીના રહેતી હતી. 26 ડિસેમ્બરે લીનાની માતા બપોરે બજારમાં ગઈ હતી. તે પરત ઘરે આવતા દીકરી રૂમમાં નહોતી. તે ટેરેસ પર તપાસ કરવા ગયા તો દરવાજો બંધ હતો. કોઈક રીતે દરવાજો ખોલતાં લીનાની લાશ છત પર પાઇપની મદદથી બાંધેલા દુપટ્ટા સાથે લટકતી મળી આવી હતી.
લીના નાગવંશી લગભગ 23 વર્ષની હતી
પોસ્ટમોર્ટમ પછી જ કઈ રીતે મોતું થયું તે જાણી શકાશે. જણાવી દઈએ કે લીના નાગવંશી લગભગ 23 વર્ષની હતી. તે અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરતી હતી. લીનાના ઈન્સ્ટાગ્રામ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેના આકસ્મિક અવસાનથી ફોલોઅર્સ સહિત પરિવારજનો ખૂબ જ આઘાતમાં છે. લીના નાગવંશી સોશિયલ મીડિયા સ્ટાર હતી અને ઘણી વખત તે ચર્ચામાં રહેતી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ
- નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ