GSTV
Home » News » વાયરલ થઈ રહેલી આ પોસ્ટ છે નકલી, વિશ્વાસ કરીને શેર ન કરતા નહીં તો ભરાશો

વાયરલ થઈ રહેલી આ પોસ્ટ છે નકલી, વિશ્વાસ કરીને શેર ન કરતા નહીં તો ભરાશો

ફોટો શેરીંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તમે એક વાયરલ પોસ્ટ જોઈ હશે જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્સ્ટાગ્રામે પોતાની પ્રાઈવસી પોલિસીમાં બદલાવ કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આજ સુધી તમે જે પણ પોસ્ટ કરી હશે તે સાર્વજનિક થઈ જશે. આ વાયરલ થતી પોસ્ટના કેટલાંય સેલિબ્રિટીઝ પણ શિકાર થયા છે અને તેમણે પોતાનુ ઈન્સ્ટા ડિલીટ કરી દીધુ.

ઈન્સટાગ્રામની માલિકી કંપની ફેસબુકે કહ્યું કે તેમાં તેનો કોઈ રોલ નથી અને ન તો તે પોલિસીમાં કોઈ પણ પ્રકારના બદલાવ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ જણાવ્યું છે કે જો તમને કોઈ મીમ એવુ દેખાય છે જેમાં એવુ કહેવામાં આવ્યું હોય કે ઈન્સટાગ્રામ પોતાના નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે તો તે ખોટી વાત છે.

આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તમે આજ સુધી જે પણ પોસ્ટ કરી છે તે બધી આજથી સાર્વજનિક થઈ જશે. તમે જે પણ મેસેજ અને ફોટોઝ ડિલીટ કરી દીધા છે તે દરેક સાર્વજનિક થઈ જશે. આગળ જણાવ્યું છે કે તેનાથી બચવા માટે આ મેસેજને કોપી પેસ્ટ કરી દો. જેના કારણે કેટલાંક યૂઝરે ડરના કારણે આવુ કર્યું.

જો કે ઈન્સ્ટાગ્રામના ટર્મ્સ એન્ડ કંડીશન્સમાં ચોખ્ખુ કહેવામાં આવ્યું છે કે જે કંટેન્ટ તમે પોસ્ટ કરો છો તેની ઓનરશિપ ઈન્સ્ટાગ્રામ પાસે હોતી નથી પરંતુ તે આ કંટેન્ટને ક્યાંય પણ કોઈ પણ રીતે પોસ્ટ કરી શકે છે. આ રીતે જોવા જઈએ તો ઈન્સ્ટાગ્રામ આપણા કંટેન્ટ સાથે કઈ પણ કરી શકે છે. કેમ કે આપણને ખબર હોતી નથી અથવા આપણે વાંચતા નથી કે ટર્મ્સ એન્ડ કંડીશનમાં શું લખેલુ છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi

નર્મદા ડેમ તેની સર્વોચ સપાટીથી માત્ર 49 સેમી દુર, 23 દરવાજા ખોલવામાં આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva

રાજ્યના આ કોંગ્રેસી ધારાસભ્યના પુત્રની ધરપકડ, આ હતો આરોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!