Instagramમાં આવ્યું શાનદાર ફીચર, હવે તમે જે ઈચ્છશો તે જ થશે

ફેસબુકની માલિકીવાળી ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામે પોતાના યૂઝર્સ માટે નવુ અપડેટ જાહેર કર્યુ છે. ઈન્સ્ટાગ્રામે વ્હોટ્સએપના સ્ટેટસ પ્રાઇવસી ફીચરને પોતાના યૂઝર્સ માટે જાહેર કર્યુ છે. ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ એવુ પણ નક્કી કરી શકશે કે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને કોણ જોઈ શકશે અને કોણ નહીં. આ પ્રાઇવસીનો ફાયદો આ હશે કે જેને તમે સ્ટોરી બતાવવા ઈચ્છો છો તેવા લોકો જ તમારી સ્ટોરીને જોઈ શકશે.

જો તમે પણ એક ઈન્સ્ટાગ્રામ યૂઝર છો અને આ ફીચરનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો સૌપ્રથમ પોતાના ઈન્સ્ટાગ્રામ એપને અપડેટ કરો. ત્યારબાદ એપને ઓપન કરો અને પછી પોતાની પ્રોફાઈલમાં જાઓ અને Close Friendsના વિકલ્પ પર ક્લિક કરો. અહીંથી તમે સેટિંગ કરી શકો છો કે તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી કોણ-કોણ લોકો જોઈ શકશે.

એક વખત સેટિંગ થયા બાદ તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને તમારા નજીકના મિત્રો જ જોઈ શકશે. સાથે જ તમે જાણી શકશો કે કયા-કયા લોકોએ તમારી સ્ટોરીને જોઈ છે. જેની જાણકારી તમને બ્લૂ ટીક દ્વારા મળશે. ઈન્સ્ટાગ્રામનું આ નવુ ફીચર એન્ડ્રૉઈડ અને આઈઓએસ બંને યૂઝર્સ માટે શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે. એવામાં તમે પોતાની એપને અપડેટ કરીને આ ફીચરનો આનંદ લઈ શકો છો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter