GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

લક્ઝરી કારની કિંમત કરતા પણ વધારે 1 ઈન્સ્ટા પોસ્ટથી કમાય છે આ ભારતીય ક્રિકેટર

ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2020ની યાદી સામે આવી છે અને ભારતની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને ક્રિકેટર વિરાટ કોહલીએ તેમાં સ્થાન મેળવ્યું છે. આ લીસ્ટમાં ઈન્સ્ટાગ્રામ પર ફેમસ સેલેબ્સનાં ફોલોઅર્સ અને તેમના દ્વારા એક પોસ્ટ માટે કમાણી કરાતા પૈસાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જ્યાં આ લિસ્ટમાં ટોપ 10 સેલેબ્સમાં કોઈ પણ સ્ટાર નથી, જ્યારે અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલીને તેમાં 26મું  સ્થાન મળ્યું છે.

સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર છે વિરાટ કોહલી

વિરાટ કોહલીએ આ યાદીમાં પ્રિયંકા ચોપરાને હરાવીને આ સ્થાન મેળવ્યું છે. પ્રિયંકા ચોપડા આ યાદીમાં 28મા ક્રમે છે. વિરાટના ફોલોઅર્સ વિશે વાત કરીએ તો, વિરાટ કોહલી 66.2 મિલિયન ફોલોઅર્સ સાથે 26મા સ્થાને છે. તે તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 2.2 કરોડ રૂપિયા લે છે. જોકે પ્રિયંકા ચોપરા અને વિરાટ કોહલીની કમાણીમાં બહુ ફરક નથી.

જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2020માં, પહેલાં નંબર પર  હોલીવુડના ડ્વેન જહોનસન છે, જ્યારે કાઇલી જેનરને બીજા નંબર પર સ્થાન મળ્યું છે. ટોપ 10 ની યાદીમાં બેયોન્સ, સેલિના ગોમેઝ, કિમ કર્દાશિયન, જસ્ટિન બીબર, ટેલર સ્વિફ્ટ અને ફૂટબોલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો જેવા નામો શામેલ છે.

મુંબઈમાં પત્ની સાથે સમય પસાર કરી રહ્યો છે વિરાટ

વિરાટ કોહલી વિશે વાત કરીએ તો, આજકાલ તે પત્ની અનુષ્કા શર્મા સાથે ઘરમાં સમય વિતાવી રહ્યો છે. જ્યારે, અનુષ્કા શર્મા તેના પ્રોડક્શન હાઉસમાં બનેલી વેબ સિરીઝ અને ફિલ્મોમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અનુષ્કાની નેટફ્લિક્સ ફિલ્મ બુલબુલ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દરેકનો ઘણો પ્રેમ મળ્યો. ક્રિકેટરોની દુનિયાની વાત કરીએ તો બીસીસીઆઈ દ્વારા આ વર્ષની આઈપીએલ રદ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

બનાસકાંઠાના કાણોદર હાઇવે પર સીએનજી ગેસની બોટલમાં લીકેજ થતા મચી અફરા તફરી

Nilesh Jethva

રવિવારે 8.5 કરોડ લોકોના ખાતામાં આવશે 17000 કરોડ રૂપિયા, જાણો મોદી સરકારની આ યોજના વિશે

Arohi

અરવલ્લી જિલ્લાની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને રિયાલીટી ચેક, જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!