GSTV
Home » News » TikTokને ટક્કર આપશે Instagramનું નવું ટૂલ્સ, જાણો શું છે તેના ફીચર

TikTokને ટક્કર આપશે Instagramનું નવું ટૂલ્સ, જાણો શું છે તેના ફીચર

ફોટો અને વીડિયો શેયરિંગ સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઈન્સ્ટાગ્રામે નવું વીડિયો એડિટિંગ ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલ બ્રાઝિલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં બધી જ એવી વસ્તુ છે જે ટીક-ટોકમાં છે. આ વીડિયો એડિટિંગ ટૂલનું નામ રીલ્સ છે અને આ આઈઓસી અને એન્ડ્રોયડ બંને માટે ઉપલબ્ધ છે.

રિપોર્ટ મુજબ આ નવા ટૂલ્સથી યુઝર્સ 15 સેકેન્ડની વીડિયો ક્લિપ બનાવી શકે છે. વીડિયોને રેકોર્ડ કર્યો બાદ યુઝર્સ તેને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી શકે છે. રીલ્સ સેક્શન એક્સપ્લોર ટેબમાં જોવા મળે છે.

પ્રોડક્ટની વાત કરીએ તો તેના મેનેજર રોબી સ્ટીને કહ્યું કે, કોઈ પણ બે પ્રોડક્ટ એક જેવી નથી હોઈ શકતી અને અંતે આ મ્યુઝિક સાથે વીડિયો શેર કરીને યુનિવર્સલ આઈડિયા હશે. તેણે એ પણ કહ્યું કે રીલ ઓપ્શનને કેવી રીતે સારું બનાવી શકાય.

ટીકટોકની જેમ યુઝર્સ મીડિયા લાઈબ્રેરીમાંથી પોતાની ક્લ્પ્સિમાં મ્યૂઝિક જોડી શકે છે. જો યુઝર્સ લાઈબ્રેરીમાં હાજર રહેલા મ્યુઝિકથી ખુશ નથી તો તે કોઈ બીજાના વીડિયોમાંથી મ્યુઝિક લઈને પોતાની રીતે બરાબર વીડિયો બનાવી શકે છે.

Read Also

Related posts

હવે આ સેફ્ટી ફીચર્સ વગર રસ્તા ઉપર નહી ઉતારી શકાય કાર, ગાડીની ખરીદી કરતી વખતે તમે પણ રાખો આ ધ્યાન!

Mansi Patel

Googleએ ક્રોમ એપ્સનું સપોર્ટ બંધ કરવાની કરી જાહેરાત, આ છે ટાઈમલાઈન

Mansi Patel

બધા જ મોબાઈલ્સ અને ટેબલેટ્સનું થાય એક જ ચાર્જર, યુરોપિયન સંસદમાં આવ્યો પ્રસ્તાવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!