GSTV
India News Trending Videos Viral Videos

મધ્ય પ્રદેશ-મંદિરના પગથિયાં પર ‘મુન્ની બદનામ હુઈ’ ડાન્સ, હિંદુ સંગઠનો ઉકાળ્યા; ગૃહમંત્રીએ એફઆઇઆરનો આદેશ કર્યો

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક મંદિરમાં ફિલ્મી ગીત પર રીલ બનાવવાનો મામલો સામે આવ્યો છે. જેના પર બજરંગ દળના કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવ્યો છે અને યુવતીનો સામાજિક બહિષ્કાર કરવાની માંગ કરી છે. આ મામલે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એફઆઈઆર નોંધવાની સૂચના આપી છે. જોકે, યુવતીએ સોશિયલ મીડિયા પર માફી માંગી લીધી છે.

વાસ્તવમાં આ મામલો છતરપુર જિલ્લાના લવકુશનગરના પ્રસિદ્ધ માતા બંબરબાઇની મંદિરનો છે. અહીં એક ગામડાની છોકરીએ ફિલ્મના ગીત મુન્ની બદનામ હુઈ પર મંદિરના પગથિયાં પર રીલ બનાવી અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી. જે સમયે મંદિરમાં વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો તે સમયે માતા બંબરબાઇના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા હતા.

આ દરમિયાન આ વીડિયો યુવતીના મિત્રએ શૂટ કર્યો હતો અને પછી યુવતીએ તેને તેના ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો વાયરલ થતા જ બજરંગ દળના કાર્યકર્તાઓએ તેનો વિરોધ કર્યો હતો. તે જ સમયે, વીડિયો બનાવનાર યુવતીનું નામ નેહા મિશ્રા છે, જે લવકુશનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના લગભગ 4 લાખ 12 હજાર ફોલોઅર્સ છે.

જો કે, લોકો વીડિયો પર અલગ-અલગ અને તીખી પ્રતિક્રિયાઓ વ્યક્ત કરીને તેની નિંદા કરતા જોવા મળે છે. બુંદેલખંડની પ્રસિદ્ધ માતા બુમ્બરબાઇના પવિત્ર મંદિરમાં અશ્લીલતા ફેલાવવાનો અને મંદિરની ગરિમાનો ભંગ કરવાનો આરોપ લગાવીને કેટલાક લોકોએ યુવતી વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠાવી હતી.

આ અંગે બજરંગ દળે યુવતીના આ પગલાની ટીકા કરી છે. બજરંગ દળના જિલ્લા સંયોજક જિતેન્દ્ર શર્માએ જણાવ્યું કે કેટલીક અસંસ્કારી છોકરીઓ પૈસાના લોભમાં દેવી-દેવતાઓના મંદિરોમાં પોર્ન વીડિયો બનાવે છે. મંદિરના પગથિયાં પર અર્ધ-નગ્ન કપડાં પ્રદર્શિત કરવામાં આવે છે. આ સાથે દેવી-દેવતાઓના મંદિરોની ગરિમાને ખલેલ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આવી છોકરીઓનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ.

જણાવી દઈએ કે મધ્યપ્રદેશના છતરપુરમાં નવરાત્રિ દરમિયાન મંદિરના પગથિયાં પર ડાન્સ કરવાના મામલે સરકારે કડક કાર્યવાહી કરી છે. રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ડાન્સિંગ ગર્લ નેહા મિશ્રા વિરુદ્ધ મંદિરના પગથિયાં પર અશોભનીય કપડાં પહેરીને ડાન્સ કરવા બદલ FIR દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. નોંધનીય છે કે છતરપુરમાં માતાના મંદિરના પગથિયાં પર નેહા નામની યુવતીએ નવા ફિલ્મી ગીતો પર ડાન્સ કરતી વખતે બે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. જે બાદ ઘણા હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી અને ગૃહમંત્રી અને પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ નેહા વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના આ સ્ટાર પચારકો કરશે પ્રચાર પ્રસાર

GSTV Web Desk

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk
GSTV