GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Instagram લાવી રહ્યુ છે TikTok જેવું આ શોર્ટ વીડિયો ફીચર, કંપનીએ આ દેશમાં શરૂ કર્યુ ટેસ્ટિંગ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામે છેલ્લા વર્ષે નવેમ્બરમાં ‘રીલ્સ’ નામના એક નવા ફીચરનુ ટ્રાયલ લોન્ચ કર્યુ છે. આ ફીચર થકી યૂઝર TikTok ની જેમ શોર્ટ વીડિયો બનાવી શકો છો. હવે ઈંસ્ટાગ્રામ આ ફીચરને ભારતમાં લાવવાની તૈયારી કરી રહ્યુ છે.

નવા ફીચરની ટેસ્ટિંગ શરૂટ

બિઝનેસ ઈનસાઈડરની એક રીપોર્ટ પ્રમાણે ઈંસ્ટાગ્રામે આ ફીચરની ભારતમાં ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધી છે. તેથી માટે કેટલાક યુઝર્સ માટે નવી ટેકનીક પણ રિલીઝ કરવામાં આવી છે. જોકે, રીપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે, કંપનીએ આ ફીચરને શરૂ કરનાર દેશની યાદીમાં ભારતનુ નામ સામેલ કર્યુ નથી. કંપનીએ છેલ્લા અઠવાડિયે જ આ ફીચરની ટેસ્ટિંગની ફ્રાંસ અને જર્મનીમાં જાહેરાત કરી હતી.

વધારે દેશમાં ટેસ્ટિંગની યોજના

ફેસબુકે એક પ્રવક્તાને પોતાના નિવેદનમાં કહ્યુ કે, અમે રીલ્સના અપડેટેડ વર્ઝનની વધારે દેશોમાં ટેસ્ટિંગ કરવાની યોજના બનાવી રહ્યા છે. અમે પોતાના વૈશ્વિક સમુદાય માટે તેનુ નવુ વર્ઝન લાવવાને લઈને ઉત્સાહિત છે. જોકે, પ્રવક્તાએ હજુ આ ફીચરની લોન્ચ ડેટ અને દેશના નામનો ખુલાસો કર્યો નથી.

ટિકટોકની જેમ જ કામ કરે છે રીલ્સ

ઈંસ્ટાગ્રામનુ આ નવુ ફીચર રીલ્સ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ TikTokની જેમ જ કામ કરે છે. રીલ્સ થકી યૂઝર 15 સેકન્ડનો વીડિયો બનાવી શકે છે. આ વીડિયોને ઓડિયો ફાઈલ્સ અથવા મ્યૂઝિક ટ્રેકની સાથે એડિટ કરી શકાય છે.

સરકારે 59 ચીની એપ્લિકેશનો પર મૂક્યો પ્રતિબંધ

ઇંસ્ટાગ્રામની આ સુવિધા એવા સમયે આવી રહી છે, જ્યારે ભારત સરકારે TikTok સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ બાદ આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવી છે. TikTokના વિકલ્પમાં લોકો ચિંગારી એપ્લિકેશનને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ તેને 2 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!