GSTV

નિઝામુદ્દીન મરકઝમાં આવેલા 34 વિદેશી જમાતીઓ દેશ છોડવા તૈયાર નથી, સરકારે કર્યો છે આટલો દંડ

કોરોનાકાળની શરૂઆતના તબક્કે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં સામેલ થયેલા મોટાભાગના વિદેશી જમાતીઓ પોતાના દેશ પાછા ફરી ગયા છે. જો કે 34 જમાતીઓ એવા પણ છે જે પોતાના દેશ પાછા જવા માટે તૈયાર નથી. તેમનુ કહેવુ છે કે, અમે કશું ખોટુ કર્યુ નથી એટલે સરકારે અમારા પર જે દંડ ફટકાર્યો છે તે ખોટો છે અને એ ભરીને કે માફી માંગીને પાછા જવાનો કોઈ મતલબ નથી. આ જમાતીઓએ ભારતમાં રહીને જ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવાનુ નક્કી કર્યુ છે.

નિઝામુદીન મરકઝમાંથી 2346 લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા

2 એપ્રિલે દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝમાંથી 2346 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 3 એપ્રિલે ભારતમાં 2547 કેસ સામે આવ્યા હતા. સરકારે દાવો કર્યો હતો કે, 25 ટકા કેસ મરકઝમાં સામેલ લોકોના કારણે નોંધાયા હતા અને તેઓ દેશભરમાં ફેલાયા હતા. 34 વિદેશી જમાતીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સ્વદેશ પાછા ફરવાની માંગણી કરી હતી.એ પછી સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, માફી માંગીને તેઓ દેશ છોડી શકે છે. જો કે તેની સામે જમાતીઓએ કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે.

તબલિગી જમાતના વિદેશી સભ્યો ઉપર ફટકારવામાં આવ્યો છે દંડ

ઉલ્લેખનીય છે કે, તબલિગી જમાતના વિદેશી સભ્યો પર 5000 થી 10000 રુપિયા સુધી દંડ ફટકારવામાં આવ્યો છે. આ જમાતીઓ પૈકીના એક અહેમદ અલી કહે છે કે, મેં કશું ખોટુ કર્યુ નથી અને મેં આ દેશનો કોઈ કાયદો તોડ્યો નથી. મેં લોકડાઉન લાગુ થયુ તે પહેલા જ મરકઝ છોડી દીધુ હતુ. હું વિદેશી ધરતી પર કાયદો તોડનાર અમેરિકન નાગરિક થઈને પાછો જવા માંગતો નથી.

Related posts

જામનગર : લાખોના ખર્ચે બનાવેલ કોઝવે ઉદ્દઘાટન પહેલા જ તૂટી ગયો, 56 લાખ પાણીમાં

Nilesh Jethva

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દિશા સાલિયાન અંગે હતી, લખી હતી આ વાત

Ankita Trada

મોટા સમાચાર/ કેન્દ્રીય અર્ધસૈનિક દળના ઓફિસરો નહીં બની શકે IPS, સિવિલ સેવા પરીક્ષામાં વધારી પદની સંખ્યાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!