GSTV
Home » News » આંખો પર વિશ્વાસ નહી થાય, ‘થ્રી ઇડિયટ્સ’ના વાયરસની જેમ એક જ સમયે બંને હાથે લખવાની અનોખી પ્રતિભા ધરાવે છે આ ટેણકી

આંખો પર વિશ્વાસ નહી થાય, ‘થ્રી ઇડિયટ્સ’ના વાયરસની જેમ એક જ સમયે બંને હાથે લખવાની અનોખી પ્રતિભા ધરાવે છે આ ટેણકી

હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં એક કહેવત છે કે અભ્યાસ કરતાં રહેવાથી એવી કોઇ એવી વસ્તુ નથી જે શીખી ન શકાય. રાયપુરની એક વિદ્યાર્થીનીએ આ કહેવતને સાચી કરી બતાવી છે. છત્તીસગઢની રાજધાનીમાં રહેતી ધોરણ-7ની વિદ્યાર્થીની કાવ્યા ચાવડા મિરર રાઇટિંગ કરે છે. કાવ્યા એક જ સમયટે બંને હાથે લખી શકે છે. પોતાની આ અનોખી પ્રતિભાના કારણે કાવ્યા આજકાલ ચર્ચામાં છે. જણાવી દઇએ કે કાવ્યાએ આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સથી પ્રેરિત થઇને મિરર રાઇટિંગ શરૂ કરી.

એક અહેવાલ અનુસાર કાવ્યાએ જણાવ્યું કે મિરર રાઇટિંગ કરવામાં ફોકસની ખૂબ જરૂર પડે છે અને કાવ્યા ગત ત્રણ-ટાર વર્ષથી તેની પ્રેક્ટિસ કરે છે. કાવ્યાએ જણાવ્યું કે તે પોતાના બીજા હાથે લખતાં પણ મિરર રાઇટિંગ કરી શકે છે. પોતાના આ વિચાર વિશે કાવ્યાએ જણાવ્યું કે, મને આ આઇડિયા થ્રી ઇડિયટ્સ ફિલ્મ જોયા બાદ આવ્યો, જેમાં વાયરસ પોતાના બંને હાથે લખી શકે છે. મિરર રાઇટિંગમાં સામાન્ય લખાણ કરતાં ઉંધી દિશામાં લખવામાં આવે છે અને દરેક અક્ષર પણ ઉંધો લખવામાં આવે છે. તેને અરીસાની મદદથી વાંચી શકાય છે.

જણાવી દઇએ કે કાવ્યાની મા નેહા ચાવડાએ જણાવ્યું કે તે જ્યારે પોતાની દિકરીને અભ્યાસ બાદ આરામ કરવાનું કહે છે ત્યારે પણ તે પ્રેક્ટિસ કરતી રહે છે. તેમણે જણાવ્યું કે તેમને પણ કાવ્યાના આ ટેલેન્ટ વિશે 6 મહિના પછી જાણ થઇ. સાથે જ કાવ્યના પિતા પ્રિતેશ ચાવડા ગર્વ અનુભવે છે કે તેમની દિકરીમાં એક અનોખી કળા છે. તેઓ પોતાની દિકરીને પૂરુ સમર્થન આપે છે.

Read Also

Related posts

અભિનેતા સન્ની દેઓલે માફી માંગી બબીતા ફોગટની, કારણ છે કંઈક આવું

pratik shah

6 ગામના લોકોનો વિરોધ, શહેરમાં પાણી-રસ્તાના ઠેકાણા નથી, ગામડાનો વિકાસ કેવી રીતે કરશો

Nilesh Jethva

લો હવે આ કંપનીએ જીયોથી પણ ઓછી કિંમતમાં શરૂ કર્યો ડેટા પ્લાન, આપી રહી છે અનેક સુવિધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!