GSTV
Home » News » કાશ્મીર મુદ્દે UNSCની બેઠકમાં ચીન-પાકને મળેલા ઝટકાની આવી ઈનસાઈડ સ્ટોરી

કાશ્મીર મુદ્દે UNSCની બેઠકમાં ચીન-પાકને મળેલા ઝટકાની આવી ઈનસાઈડ સ્ટોરી

unsc india

કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બંધ બારણે યોજાયેલી બેઠકમાં અપેક્ષા મુજબ જ કોઇ નિર્ણય ન લેવાતા પાકિસ્તાન અને તેને છાવરી રહેલા લુચ્ચા ચીનને બહુ મોટો ઝટકો લાગ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના 15 દેશોની પરિષદના મોટાભાગના દેશોએ કાશ્મીર મુદ્દાને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો ગણાવતા ચીન અને પાકિસ્તાનની તમામ ચાલ નિષ્ફળ નીવડી છે. ત્યારે આવો જોઇએ સંયુક્ત રાષ્ટ્રમાં ચીન અને પાકિસ્તાનની કરારી હારની ઈનસાઈડ સ્ટોરી.

કાશ્મીર મુદ્દે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિની બેઠકમાં કોઇ નિષ્કર્ષ ન નીકળતા દુનિયાના મંચ પર પાકિસ્તાન અને તેને પંપાળી રહેલા ચીનની આબરૂના લીરેલીરા ઉડ્યા છે. ચીનની માંગ પર બંધ બારણે સલામતિ સમિતિની મહત્વની બેઠક યોજાઇ છે. સમિતિના સભ્ય એવા કુલ 15 દેશો વચ્ચે આ બેઠક અંદાજે એક કલાક સુધી ચાલી હતી.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં ચીન કોઇ નિષ્કર્ષ માટે અથવા પોલેન્ડ દ્વારા કોઇ નોટિફિકેશન જાહેર કરવા બાબતે ભાર મુકી રહ્યું હતું. બ્રિટને પણ નોટિફિકેશન જાહેર કરવા મુદ્દે ચીનનો આપ્યો હતો. મહત્વનું છે કે પોલેન્ડ ઓગસ્ટ મહિના માટે સલામતિ સમિતિનું અધ્યક્ષ છે. બીજી તરફ સલામતિ સમિતિના 15 સભ્યો પૈકી મોટાભાગના સભ્યોનું કહેવું હતું કે આ ચર્ચા બાદ કોઇ પણ નિવેદન કે પરિણામ જાહેર કરવું જોઇએ નહીં. અને આખરે એમ જ થયું. ચીન અને પાકિસ્તાને બેઠકની બહાર આવી પોતપોતાની રીતે નિવેદન આપ્યું હતુ. જ્યારે બાકીના દેશોએ કોઇ પણ સત્તાવાર નિવેદન ન આપ્યું હતું.

સુત્રો મુજબ બેઠકમાં મોટા ભાગના દેશોના મત મુજબ પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો કોઇ આધાર નથી. આ વખતે પણ તેમની વાતોમાં કોઇ દમ ન હોતો. બેઠકમાં કોઇ પરિણામ ન નીકળ્યું અને પરામર્શ બાદ પોલેન્ડે પણ કોઇ નિવેદન ન આપ્યું. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને મીડિયાને જણાવ્યું કે જો રાષ્ટ્રીય નિવેદનોને આંતરરાષ્ટ્રીય સમુદાયની ઇચ્છા તરીકે રજૂ કરવાનો પ્રયત્ન થશે તો ભારત પણ તેમનું રાષ્ટ્રીય વલણ સામે રાખશે. અકબરુદ્દીનનો સ્પષ્ટ ઇશારો ચીન અને પાકિસ્તાનના નિવેદનો તરફ હતો.

બેઠકમાં સલામતી સમિતિના મોટા ભાગના સભ્યોએ માન્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને તે બંને દેશોએ જ પરસ્પર આ મુદ્દે સમાધાન કરવાની જરૂર છે. સભ્ય દેશોનું આ વલણ કાશ્મીરનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માંગતા પાકિસ્તાન માટે બહુ મોટા ઝટકા સમાન છે.

READ ALSO

Related posts

આફ્રિકા સ્ટાઈલમાં વિકસાવેલા જંગલ સફારીથી લઈને ઈકો ટુરિઝમ સુધીના પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ લીધી મુલાકાત

Mayur

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!