GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

કોંગ્રેસના અધ્યક્ષ પદથી રાજીનામુ આપવા પાછળ રાહુલનો છે આ મોટો પ્લાન!

rahul gandhi congress

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં સતત આત્મમંથન ચાલી રહ્યું છે. જેના અંતર્ગત આ અઠવાડિયે કોંગ્રેસ કાર્યસમિતિની બીજી બેઠક યોજાઇ શકે છે. કહેવાય છે કે, આ મિટિંગમાં રાહુલ ગાંધી તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. 25મેએ થયેલી પહેલી મિટિંગમાં રાહુલ ગાંધીએ રાજીનામા અંગે માંગણી કરી હતી, જેને તેમની માતા અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ ફગાવી દીધી હતી. આ દરમિયાન પાર્ટીના બીજા કેટલાક નેતાઓએ પણ રાહુલ ગાંધીને પણ પદ પર રહેવાની ભાવુક વિનંતિ કરી હતી. ત્યારબાદ સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાને એક ચિઠ્ઠી લખી હતી, જેમાં સિદ્ધાંતોની લડાઇમાં પાછળ નહીં હટે તેવું જણાવ્યું હતું.

દેશભરમાં પદયાત્રા કરી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે રાહુલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી રાહુલના પદ છોડવાના નિર્ણયના વિરોધમાં છે. જે રીતે પાર્ટી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, એ જોતાં રાહુલ માટે અ પદ ફરી મેળવવું બહુ ,ઉશ્કેલ રહેશે. પરંતુ રાહુલના નજીકના નેતાઓનું કહેવું એ છે કે, રાહુલ તેમની જવાબદારીઓથી દૂર બહગવા રાજીનામુ નથી આપતા. તેઓ દેશભરમાં પદયાત્રા કરી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ સ્થાપવા ઇચ્છે છે.

રાહુલ નહીં તો બીજુ કોણ…
રાહુલે રાજીનામુ આપે તો પાર્ટી સામે એ પ્રશ્ન આવશે કે, હવે આ પદ કોણ સંભાળશે. રાજીવ ગાંધીની હત્યા બાદથી કોંગ્રેસ અધ્યક્ષ પદથી નહેરૂ-ગાંધી પરિવારને દૂર રાખવા પાર્ટીના ઘણા નેતાઓ ભેગા થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે થયેલ મિટિંગ બાદ, પાર્ટીના ઘણા સીનિયર નેતા ભેગા થયા છે. આ બેઠકમાં રાહુલે આ સીનિયર નેતાઓ પર પુત્રમોહમાં પાર્ટી પર ધ્યાન ન આપવાનો આરોપ મૂક્યો હતો.

આવી રીતે અધ્યક્ષ બની હતી સોનિયા
રાહુલના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડી પાર્ટીના નેતાઓને સબક શીખવાડવા માંગે છે. તેઓ માને છે કે, જો રાહુલ રાજીનામું આપશે તો, પાર્ટી વિખેરાવા લાગશે, જેના કારણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ગાંધી પરિવારનું મહત્વ સમજાય. બરાબર આ જ રીતે 1998માં સીતારામ કેસરીને કાઢી સોનિયા ગાંધી સત્તામાં આવી હતી.

અત્યારનો સમય ઘણો અલગ છે. એકબાજુ કોંગ્રેસ પર મોટું સંકટ તોળાઇ રહ્યું છે તો બીજી બાજુ પ્રતિદ્વંદી પાર્ટી વધારે હોશિયાર છે. એટલે જોવાનું એ રહ્યું કે, ભૂતકાળમાં છોડેલું તીર વર્તમાનમાં પણ યોગ્ય નિશાને લાગશે કે નહીં.

Related posts

સાહિત્યકાર રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારૂબેનનું કોરોનાવાયરસથી થયું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

pratik shah

73 વર્ષનાં અધ્યક્ષ પર આરોપ, 5 વર્ષમાં ઘણા ફુટબૉલર્સનું કર્યુ જાતીય શોષણ

Mansi Patel

લાલ ટામેટા ખાવાના છે આટલા ફાયદા, અનેક બિમારીઓમાં છે લાભકારક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!