GSTV
Home » News » બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત રહેતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુ જિલ્લાના આગેવાનો અને અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ માટે સરહદી વિસ્તારમાં પહોંચ્યા હતા. વાવના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીએ પણ સ્થળ પર નિરીક્ષણ કર્યુ હતુ. વી.ઓ.બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ,સુઇગામ તાલુકામાં છેલ્લા એક માસથી મોટા પ્રમાણમાં તીડના ટોળાંને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ત્યારે કૃષિમંત્રીએ તીડ પ્રભાવિત ગામોની મુલાકાત લીધા બાદ ફરીથી શનિવારે સરહદી સુઇગામ તાલુકાના મેઘપુરા ખાતે દોડી આવ્યા હતા,અને તીડ પ્રભાવિત સ્થળોનું જાત નિરીક્ષણ કર્યું હતું.

કૃષિમંત્રી આર.સી.ફળદુ પૂર્વ રાજયમંત્રી શંકરભાઇ ચૌધરી સાથે સુઇગામ તાલુકાના મેઘપુરા ખાતે દોડી આવ્યા હતા અને તીડથી પ્રભાવિત ખેતરોનું જાત નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 10 જુલાઈએ કૃષિમંત્રીએ સ્થળ મુલાકાત લીધી હતી. 10 દિવસ બાદ કૃષિમંત્રીની બીજીવારની મુલાકાત તેમની ખાસ ગંભીરતા ને આભારી છે. આ અંગે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તીડ નિયંત્રણ માટે વિશ્વના અન્ય નિષ્ણાતો સાથે દેશના વડાપ્રધાન દ્વારા માર્ગદર્શન લેવાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયત્નો થી તીડ નિયંત્રણ કરવામાં ખેતીવાડી ટીમ સતત કાર્યરત છે.

બે તબક્કામાં તીડને કન્ટ્રોલ કરવામાં આવ્યાં છે. અત્યારે જે તીડના બચ્ચા છે તે ઇંડામાંથી નીકળીને ધીરેધીરે મોટાં થઈ રહ્યાં છે પરંતુ એ મોટાં થાય તે પહેલાં દવાનો છંટકાવ કરી તેનો નાશ કરાશે. હજુ પણ ઈંડામાંથી બચ્ચા થશે તેના પર પણ ટીમની સતત નજર છે. જેમ જેમ લોકેશન મળશે. તેમ તેમ તેને કન્ટ્રોલ કરી લેવાશે. ખેડૂતો અને પશુપાલકોને સલાહ આપતાં તેમણે જણાવ્યું કે જ્યાં તીડ નાશક દવા છાંટવામાં આવી હોય ત્યાં અઠવાડિયા સુધી પોતાના પશુઓને ના લઈ જાય. ઉપરાંત જ્યાં પણ તીડ દેખાય ત્યાં ખેતીવાડી અધિકારીઓનું ધ્યાન દોરવા અને સહકાર આપવા અપીલ કરી હતી. રાજ્યના પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યના કૃષિમંત્રી અને રાજય સરકારનો આભાર માન્યો હતો ઈંડામાંથી હજી બચ્ચા થયા છે ત્યારે કૃષિમંત્રીએ બીજીવાર મુલાકાત લીધી છે અને તંત્રને પુરે કામે લગાડેલ છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva

સુરતમાં બેફામ દોડતી સીટી બસે બાળકને અડફેટે લેતા મોત, રોષે ભરાયેલા લોકોએ કરી તોડફોડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!