GSTV

INS વિરાટ અંતિમ સફર પર નીકળ્યું, રવિવારે રાતે આવી પહોંચશે ગુજરાત

ભારતીય નૌ સેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર યુધ્ધ જહાજ આઈએનએસ વિરાટ શુક્રવારે પોતાની અંતિમ સફર પર નિકળી ગયું છે. નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપનાર આ જહાજને 2017માં રિટાયર કરાયું હતું. એ પછી શુક્રવારે તે મુંબઈથી ભાવનગર જવા માટે રવાના થઈ ગયુ છે. રવિવારે રાતે આ વિમાન વાહક જહાજ ભાવનગર ખાતે પહોંચશે.

આઈએનએસ વિરાટ એક માત્ર એવું યુધ્ધ જહાજ છે જે પહેલાં બ્રિટન અને એ પછી ભારતની નેવીનો હિસ્સો રહી ચુક્યું છે. વિરાટને 2017માં એક હરાજીમાં 38 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યું હતું. એ પછી મુંબઈમાં જ નેવલ ડોકયાર્ડ પર અત્યાર સુધી તે તૈનાત હતું. હવે તેને ભાવનગરના અલંગ શીપયાર્ડમાં રવાના કરાવી દેવાયું છે.

હરાજીમાં જહાજને લેનાર કંપનીનું કહેવું છે કે, મોટરસાયકલ બનાવનાર ઘણી કંપનીઓ સંપર્કમાં છે. તેઓ આ જહાજનું સ્ટીલ ખરીદવા માંગે છે. આ પહેલા રિટાયર થયેલા આઈએનએસ વિક્રાંત જહાજના સ્ટીલમાંથી પણ મોટર સાયકલ બનાવાઈ હતી. વિરાટને 1959માં બ્રિટિશ નેવીમાં સામેલ કરાયું હતું. ભારતે 1986માં તેને ખરીદયું હતું.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!