GSTV
Home » News » કેશોદનાં તુવેર કૌભાંડમાં તપાસ શરૂ, ખેડૂતોએ પુરવઠા અધિકારીનો હુરીયો બોલાવ્યો

કેશોદનાં તુવેર કૌભાંડમાં તપાસ શરૂ, ખેડૂતોએ પુરવઠા અધિકારીનો હુરીયો બોલાવ્યો

કોઇપણ કૌભાંડ થાય ત્યારબાદ તપાસનો દૌર શરૂ થાય છે. મગફળી કૌભાંડની જેમ તુવેર કૌભાંડમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જો કે તપાસ અધિકારીને ખેડૂતોના ઉગ્ર રોષનું ભોગ બનવું પડ્યુ. અને સ્થિતી એવી આવી કે તપાસ અધિકારીને એક સમયે પ્રેસ કોન્ફરન્સને અટકાવી દેવી પડી હતી.કેશોદમાં તુવેરદાળ કૌભાંડ થયાના પર્દાફાશ બાદ તપાસ માટે પહોંચેલા પુરવઠા અધિકારી જ્યારે પ્રેસને સંબોધી રહ્યા હતા ત્યારે હાજર ખેડૂતે પુરવઠા અધિકારી સામે જ ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ કરીને હોબાળો કરી નાખ્યો.

કેશોદ માર્કેટ યાર્ડમાં તુવેર કૌભાંડનો રેલો આવતા જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પુરવઠા નિગમના એમડી અને અધિકારી સહિતનો કાફલો કેશોદ માર્કેટ યાર્ડ પહોંચ્યો અને તુવેરની તપાસ હાથ ધરી હતી. આ સાથે દાવો કર્યો હતો કે તટસ્થ તપાસ થશે.તો હાલમાં તુવેરદાળની ખરીદીનું કૌભાંડ ભડકે બળેલુ છે. તેમાં ઘી હોમતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બારદાન પર લગાવેલી ચોકડીના નિશાનનો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં રિજેક્ટ થયેલી તુવેર અને સારી તુવેર વચ્ચે તફાવત માટે ચોકડીનું નિશાન કરવામાં આવ્યું છે. તો જૂના બારદાન સામે કૌંભાડીઓએ નવા બારદાન બદલાવ્યા હતા. હાલમાં બારદાનમાં ચોકડીનું નિશાન ન મળતા કૌંભાડની આશંકા વધુ પ્રબળ બની છે. નોંધનીય છે કે કેશોદ માર્કેટ યાર્ડમાં 1135 ખેડૂતોની 1900 ટન તુવેરની ખરીદી કરાઇ છે. જેની કિંમત 10.72 કરોડ આંકવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 509 ખેડૂતોને 5 કરોડની ચૂકવણી પણ કરાઇ છે. ત્યારે હવે એ ખેડૂતોમાં રોષ અને ડર છે જેઓની ચૂકવણી બાકી છે. કારણકે હાલ તો આ તુવેરદાળના કથિત કૌભાંડમાં તુવેરની ખરીદી બાદનું પેમેન્ટ ચકરાવે ચઢ્યુ છે.

READ ALSO

Related posts

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur

કોઈ ‘શાહ’ 1950માં કરવામાં આવેલો વાયદો તોડી ન શકે: હિંદી ભાષા વિવાદમાં કમલ હાસને ઝંપલાવ્યું

Bansari

મોદી અને ટ્રમ્પ જે કરવાના છે તે ઈતિહાસમાં પહેલી વખત બનશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!