GSTV

Inoxની ધાંસૂ ઓફર: 2,999માં બુક કરો આખું થિયેટર, ક્યારેય પણ જોઈ શકો છો તમારી ફેવરાઈટ મુવી

7 મહિનાથી બંધ રહેલા સિનેમા હવે ખુલી રહ્યા છે. 15 ઓક્ટોબરથી થિયેટરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સિનેમા હોલમાં મૂવી જોવાની રીત પણ બદલાઈ ગઈ છે. સિનેમા માલિકો પ્રેક્ષકોને મૂવી થિયેટર તરફ ખેંચવા માટે નવી ઓફરો પણ લાવી રહ્યા છે. આઇનોક્સ મૂવીઝે ઓફર આપીને ખાનગી સ્ક્રીનીંગ શરૂ કરી દીધી છે. આખું ખાનગી થિયેટર બુક કરાવી શકાય છે. તે પણ ફક્ત 2999 રૂપિયામાં આખું થિયેટર બુક કરી શકાય છે. મિત્રો અને પરિવાર સાથે ફિલ્મનો આનંદ માણી શકો છો. થિયેટરની પૂર્ણ ક્ષમતાના 50 ટકાની રાખવાની રહે છે. સિનેમા હોલની અંદર ફિલ્મ જોનારા લોકોની સંખ્યા ઓછી છે. તેથી આ યોજના લાવવામાં આવી છે. જેમાં એક જ ફેમિલી કે ફ્રેન્ડસ સાથે આનંદ માણી શકે છે.

નવી ફિલ્મ જોવી કે જૂની. ખાનગી સ્ક્રિનિંગ્સ બુક કરીને, ખાસ પ્રસંગોની ઉજવણી કરી શકાય છે. કોરોનાના કારણે સુરક્ષા રાખવાના પગલે આ પગલું લેવામાં આવ્યું છે. પરિવાર અને મિત્રો સાથે આરામથી ફિલ્મનો આનંદ માણી શકે છે. ફક્ત થિયેટરમાં તેના લોકો હોવાને કારણે તે સામાજિક અંતરની ચિંતા રહેશે નહીં. કંપનીના જણાવ્યા મુજબ, ખાનગી સ્ક્રીનીંગની સુવિધા દેશભરના આઇનોક્સના દરેક થિયેટરમાં હશે. બુકિંગ માટે, tickets@inoxmovies.com પર મેઇલ મોકલવો પડે છે. પ્રાઇવેટ સ્ક્રિનિંગ વિશે સંપૂર્ણ માહિતી આ મેલમાં આપવાની રહેશે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!