GSTV
Ajab Gajab Trending

ઝેરી કિસ/ મહિલાએ કિસ કર્યાના કર્યાન થોડા જ સમય પછી થયું કેદીનું મોત, જાણો શું છે સમગ્ર મામલો

કોઈ ચુંબન કરીને પણ વ્યક્તિને મારી શકે છે. આવી ઘટનાો આપણે ફિલ્મોમાં જોઈ હશે પણ વાસ્તવમાં કદાચ પહેલીવાર સાંભળી રહ્યા છીએ. અમેરિકાના ટેનિસમાં એક મહિલાએ એક કેદીને કિસ કરી હતી અને તેના થોડા સમય બાદ કેદીનું મોત થયું હતું. બાદમાં મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે મહિલાના મોઢામાં ઝેર હતું.

મહિલાની ઓળખ રશેલ ડૉલાર્ડ તરીકે થઈ છે. જે કેદીનું મોત થયું તેનું નામ જોશુઆ બ્રાઉન હતું. ગાર્ડે તે બંનેને કિસ કરતા જોયા હતા. ચુંબન કરતી વખતે ડૉલાર્ડે 14 ગ્રામ મેથામ્ફેટામાઇન ઝેર જોશુઆના મોંમાં ટ્રાન્સફર કર્યું અને તે તેણે ગળી લીધું. તે એક બલૂનની અંદર હતું. પેટમાં ઝેરનું પ્રમાણ વધુ ગયું હોવાથી તેને બચાવી શકાયો ન હતો.

ઝેર ગળી ગયા પછી જોશુઆને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહેવાલો અનુસાર, જોશુઆ 30 વર્ષનો હતો અને ડ્રગની દાણચોરીના આરોપમાં 11 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો. તેની સજા માત્ર 7 વર્ષની બાકી હતી. તે 2029માં જેલમાંથી છૂટો થવાનો હતો. ડૉલાર્ડની ધરપકડ કરીને તેને હિમૈન કાઉન્ટી જેલમાં મોકલવામાં આવી છે. ડોલાર્ડ પર પહેલાથી જ અનેક આરોપો છે.

અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે જેલમાં કોઈને એન્ટ્રી આપતા પહેલા તેની યોગ્ય તપાસ કરવામાં આવે છે. તેના વાહનની પણ તપાસ કરવામાં આવે છે. પરંતુ મહિલાએ તેના મોઢામાં ઝેર છુપાવી રાખ્યું હતું. આ ઘટના બાદ સુરક્ષા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જેને સુધારવાની જરૂર છે.

Read Also

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV