GSTV

ઉત્તરાયણમાં દોરી વાગવાથી આટલા લોકોના કપાયા ગળા, આંકડા જોશો તો થશે કે…

ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાના ઉત્સાહમાં તકેદારી રાખવામાં નાનકડી ક્ષતિ રહી જાય તો પોતાને અથવા અન્ય વ્યક્તિને ઈજા પહોંચે તેની સંભાવના વધી જાય છે. આ વખતે ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન ગુજરાતમાંથી વિવિધ રીતે ઈજાના બે હજારથી વધુ કેસ નોંધાયા છે. આ પૈકી ૨૦૦થી વધુ લોકોને દોરી વાગવાથી જ ઈજા થઇ હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ૧૪ જાન્યુઆરીએ એટલે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન ‘૧૦૮’ પાસે ગુજરાતમાંથી કુલ ૧૬૩૭ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૩૮૫ કેસનો સમાવેશ થાય છે. જોકે, ગત ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણની સરખામણીએ ઇમરજન્સી કેસમાં ઘટાડો નોંધાયો છે.

ગત વર્ષે ગુજરાતભરમાંથી ઉત્તરાયણમાં ૩૫૨૭ અને વાસી ઉત્તરાયણમાં ૩૫૯૬ કેસ નોંધાયા હતા. દોરી વાગવાને લીધે થયેલી ઈજાના કેસમાં વધારો નોંધાયો છે. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ દરમિયાન દોરી વાગવાથી ૨૦૧૭માં ૬૮ અને ૨૦૧૭માં ૭૪ લોકોને ઈજા થઇ હતી. જેની સરખામણીએ આ વખતે અમદાવાદમાં દોરી વાગવાથી ઉત્તરાયણમાં ૭૦ અને વાસી ઉત્તરાયણમાં ૧૬ એમ કુલ ૮૬ કેસ નોંધાયા હતા.

ચાલુ વર્ષે ઉત્તરાયણના દિવસે ૩,૭૩૦ અને વાસી ઉત્તરાયણમાં ૩,૬૫૯ ઇમરજન્સી કોલ આવવાની શક્યતા વ્યક્ત કરાઇ હતી. ઉપરાંત વાહન અકસ્માતના અનુક્રમે ૮૨૭ અને ૫૨૫ કેસો આવવાની શક્યતા હતી.

અમદાવાદ શહેરમાં ૬૪૩ અને ૬૫૯ કેસો આ બે દિવસ દરમિયાન આવવાની શક્યતા જોવાઇ રહી હતી.ગુજરાતમાં ગત વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ દોરા વાગવાથી ઇજા થયાના ૩૫ કેસ ઇમરજન્સી સેવા ૧૦૮માં આવ્યા હતા. વાસી ઉત્તરાયણમાં ૨૩ લોકોના ગળા કપાયા હતા.

જેમાં અમદાવાદમાં અનુક્રમે ૨૫ અને ૨૮ કેસો પતંગના દોરા વાગવાથી ગંભીર ઇજા થઇ હોય તેવા આવ્યા હતા. ગત વર્ષ ૨૦૧૮માં ઉત્તરાયણના દિવસે ૩,૫૨૭ અને વાસી ઉત્તરાયણમાં ૩,૫૯૬ કેસો ઇમરજન્સીને લગતા આવ્યા હતા.

Read Also

Related posts

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!