GSTV
Cricket Sports Trending

શિખર ધવન વેસ્ટઇન્ડીઝ સીરીઝમાંથી બહાર, આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી

શિખર

ભારત અને વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 6 ડિસેમ્બરે હૈદરાબાદમાં પહેલી મેચ રમાવવા જઇ રહી છે ત્યારે ભારતીય સલામી બેટ્સમેન શિખર ધવન ઇજાના કારણે વેસ્ટઇન્ડિઝ વિરુધ્ધ ટી-20 સિરિઝમાંથી બહાર થઇ ગયા છે. ભારત અને વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 6 ડિસેમ્બરે હૈદરાબાદમાં પહેલી મેચ રમાશે. સંજુ સૈમસનને શિખર ધવનના સ્થાન પર લેવામાં આવી શકે છે. શિખર ધવનને ઇજાના કારણે તે નહી રમી શકે.

ધવનના ઘુંટણમાં આવ્યા છે ટાંકા

33 વર્ષના શિખરધવનને રન લેતા દરમિયાન ઇજા થઇ હતી. ડાઇવ દરમિયાન તેમના બેટના એક ટુકડાથી ઘુંટણમાં વાગ્યુ હતુ. તે મેચ દરમિયાન પણ રમતા રહ્યાં અને પેવેલિયન પાછા ફરતી વખતે તેમને કટ લાગ્યો ત્યારે જાણ થઇ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા હતા.

ખરાબ ફોર્મમાં પણ હતા ધવન

ધવનની ઇજા બાદ પસંદ સમિતિ અધ્યક્ષ એમએસકે પ્રસાદે સોમવારે સુરતમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ફિજિયો આશીષ કૌશિક સાથે વાત કરી હતી. જાણકારી મુજબ કૌશિકે ધવનને સમય પર ફિટ ન હોવાની જાણકારી આપી હતી. ધવન આ સમયે ખરાબ ફોર્મમાંથી પણ પસાર થઇ રહ્યાં છે. બાંગ્લાદેશ વિરુદ્ધ સીરીઝ બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ બેટ્સમેન રન બનાવવામાં અસફળ રહ્યાં હતા. મહારાષ્ટ્ર વિરુદ્ધ 24 બોલ રમીને 22 રન બનાવી શક્યા હતા.

સંજુ સેમસનને નિકાળવા પર પણ સવાલ ઉઠ્યા

સંજુ સેમસનને ઇન્ડિયા ટીમમાંથી બહાર નિકાળવા પર ઘણા લોકોએ આ બાબત પર સવાલો ઉઠાવ્યા છે. હરભજને પણ આ બાબત પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે થરુરના નિવેદનનું સમર્થન કરતા કહ્યુ કે, પસંદગીકર્તામાં મજબુત ચહેરાઓની જરુર છે.

Read Also

Related posts

Income Tax: શું તમે પણ કરી છે આ ભૂલો? તો ઘરે આવશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો લો

Hemal Vegda

Relationship Tips: તમારા માટે તમારો પાર્ટનર યોગ્ય છે કે નહીં, આ 5 પોઇન્ટ્સથી કરો સાચી ઓળખ

Bansari Gohel

Education Loan/ એજ્યુકેશન લોન લેવાવાળા માટે મોટી ખબર, આ કારણે બેંક લોન અપ્રૂવલમાં રાખી રહી છે સાવધાની

Hemal Vegda
GSTV