લદ્દાખની ગલવાન ખીણમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલા ખૂની સંઘર્ષમાં જવાન સુરેન્દ્રસિંહ ઈજાગ્રસ્ત થયો હતો. તેની સારવાર લદ્દાખના સૈનિક હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યાં તેઓ 12 કલાક પછી ભાનમાં આવ્યાં છે. તેમણે ગલવાન ખીણમાં થયેલી ઘટના અંગે તેમણે જણાવ્યું સાથે જ પહેલી વખત કોઈ ઈજાગ્રસ્તને ચીનના સંપૂર્ણ ષડયંત્ર જણાવ્યું છે.

4થી 5 કલાક સુધી કાલીનદીમાં સૈનિકો વચ્ચે ચાલ્યો ખૂની સંઘર્ષ
જવાન સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ચીની સૈનિકોએ કપટ કરીને ગલવાન ખીણમાંથી નીકળનાર નદી પર અચાનક ભારતીય સૈનિકો ઉપર હૂમલો કર્યો હતો. અંદાજે 4થી 5 કલાક સુધી નદીમાં જ સૈનિકો વચ્ચે ખૂની સંઘર્ષ ચાલતો રહ્યો. તે વખતે ભારતના 200થી 250 જવાનો હાજર હતા. જ્યારે ચીનના 1000થી વધારે જવાનો હતાં. ગલવાન ઘાટીમાં નદીમાં હાડ-માંસને જમાવી દેનારા ઠંડા પાણીમાં આ સંઘર્ષ ચાલતો રહ્યો. તેમનું કહેવું હતું કે, આ સંઘર્ષ જ્યાં થયો હતો તે નદીના કિનારે માત્ર એક સામાન્ય માણસને નિકળવા માટેની જગ્યાં હતી. એટલે ભારતીય સૈનિકોને સંભાળવામાં મોટી પરેશાની થઈ ન હતી. ભારતીય સૈનિકો કોઈથી ઉણા ઉતરે એમ નથી. ભારતીય સૈનિક પણ ચીનના સૈનિકોને સારો પાઠ ભણાવી શકતા હતા પણ તેમણે અમારા ઉપર ષડયંત્ર કરીને હૂમલો કર્યો.

મોબાઈલ અને મહત્વના દસ્તાવેજો પાણીમાં પડી ગયા
તેમણે ફોન પર જણાવ્યું કે, તે હવે સ્વસ્થ છે અને લદ્દાખના સૈનિક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. તેના હાથમાં ફેક્ચર છે અને માથામાં એક ડઝન જેટલા ટાંકા લાગ્યાં છે. તેમણે આ ઘટના અંગે જણાવ્યું કે, 5 ફૂટ ઉંડા પાણીમાં અંદાજે 5 કલાક સુધી સંઘર્ષમાં માથામાં ઈજા થવાથી તેને ઈજા પહોંચી હતી. અન્ય સૈનિકે તેમને બહાર કાઢ્યાં હતાં. તે ત્યાં સુધી ભાનમાં હતાં બાદમાં તેમને લદ્દાખની હોસ્પિટલમાં આવીને 12 કલાક બાદ ભાન આવ્યું. આ ઝઘડામાં તેમનો મોબાઈલ અને બીજા મહત્વના દસ્તાવેજો પાણીમાં પડી ગયા હતાં.

ઈજાગ્રસ્ત જવાનો સ્વસ્થ થાય તે માટે પરિવારજનોએ કરી પ્રાર્થના
સુરેન્દ્રસિંહ રાજસ્થાનના અલવર જિલ્લાના નૌગાંવા ગામમાં રહેનારો છે. ઘટનાની સૂચના મળતા પરિવારજનો ચિંતિત બન્યા હતાં. પરંતુ લદ્દાખ હોસ્પિટલમાં સારવારમાં લેતા સુરેન્દ્રસિંહના ફોન પરિવારજનોની વાતચીત થતી હતી. પરિવારજનો ઈશ્વર પાસે તમામ ઈજાગ્રસ્ત જવાનો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં. ઈજાગ્રસ્ત જવાન સુરેન્દ્રસિંહની પત્ની, બાલકો સાથે અલવરના સૂર્યનગરની નવી વસ્તીમાં રહે છે. જ્યારે ઈજાગ્રસ્ત જવાનના માતા પિતા અને ભાઈનો પરિવાર ગામમાં રહે છે. જવાન સુરેન્દ્રસિંહએ જણાવ્યું કે, ભારતીય સૈનિક કોઈપણ દુશ્મન દેશોના સૈનિકો સાથે બાથ ભીડવામાં તત્પર રહે છે.
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે
- Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ
- અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું