ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ભારતીય ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો યથાવત છે. સિડની ટેસ્ટ ડ્રો કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર હનુમા વિહારી હેમસ્ટ્રિંગની ઈજાના કારણે બ્રિસબેનમાં યોજાનારી ચોથી ટેસ્ટમાં ભાગ નહીં લઈ શકે. મેચ બાદ હનુમા વિહારીને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હોવાનું મનાય છે. જેની રિપોર્ટ મંગળવાર સાંજ સુધીમાં આવી શકે છે. પરંતુ બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું કે, વિહારી 15 જાન્યુઆરીથી શરૂ થનારી અંતિમ ટેસ્ટ અગાઉ ફિટ થઈ શકશે નહીં. આંધ્રના આ ખેલાડીએ 161 બોલમાં 23 રન કરી આર. અશ્વિન સાથે મળી સિડની ટેસ્ટ બચાવી હતી.
4 સપ્તાહ ક્રિકેટથી દૂર રહેશે હનુમા વિહારી…
એક સૂત્રએ જણાવ્યું કે, સ્કેન રિપોર્ટ આવ્યા બાદ જ વિહારીની ઈજાની ગંભીરતા અંગે જાણી શકાશે. પરંતુ ગ્રેડ વન ઈજા હોવા પર પણ વિહારીએ 4 સપ્તાહ સુધી બહાર રહેવાનો વારો આવશે અને તે પછી રિહેબિલિટેશન હેઠળથી પસાર થવું પડશે. માત્ર બ્રિસબેન જ નહીં પરંતુ વિહારી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતમાં જ યોજાનારી ટેસ્ટ સીરિઝમાંથી પણ બહાર થઈ શકે છે. સામાન્ય રીતે ભારતીય ટીમ ઘરઆંગણે એક વધુ બોલર રમાડવાનું પસંદ કરે છે. તેથી વિહારીની પ્લેઈંગ 11માં ત્યારે રહેવાની શક્યતા ઓછી જ રહે છે. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે જશે ત્યારે એક એકસ્ટ્રા બેટ્સમેનની જરૂર પડશે.

ચોથી ટેસ્ટમાં આ રહેશે ટીમ ઈન્ડિયા માટે વિકલ્પ
વિહારીના વિકલ્પ તરીકે રિદ્ધિમાન સાહાને વિકેટકીપર તરીકે અને રિષભ પંતને બેટ્સમેન તરીકે અંતિમ ટેસ્ટમાં ઉતારવામા આવી શકે છે. આ સાથે જ મયંક અગ્રવાલ પણ ટીમમાં સ્થાન મેળવી શકે છે. જોકે એક અહેવાલ અનુસાર, જાડેજાના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે. જાડેજા પણ ઈજાને કારણે ચોથી ટેસ્ટની સાથે ભારતમાં યોજાનારી ઈંગ્લેન્ડ વિરુદ્ધની સીરિઝમાં પણ નહીં રમી શકે તેવા અહેવાલ સામે આવ્યા હતા.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ