GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

ટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું આવ્યું સામે

સુરતમાં ટોસિલિઝૂમેબ ઈન્જેકેશનના કાળા કારોબારીના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યુ છે. તેના અમદાવાદ કનેકશનમાં વધુ ત્રણ શખ્સોની સંડોવણીનો ખુલાસો થયો છે.જીએસટીવી પાસે ઈન્જેકશનના કાળો કારોબાર ચલાવાત કેબીવી ફાર્માના માલિક અમિત મંછારામાનીના સત્તાવાર નિવેદનની કોપી હાથ લાગી છે. અમિત મંછારામાનીના લેખિત નિવેદન પ્રમાણ તેમાં અન્ય ત્રણ શખ્સો છે.જેમાં મુંબઈના બે શખ્સોનો પણ સમાવેશ થાય છે.

અમિત મંછારામાનીના લેખિત નિવેદન પ્રમાણ તેમાં અન્ય ત્રણ શખ્સો છે.જેમાં મુંબઈના બે શખ્સોનો પણ સમાવેશ

અમદાવાદના અસારવામાં કામ કરતા કે.બી.વી ફાર્મા એજન્સીના અમિત મંછારામાણી , ગોતામાં ધ્રુવી ફાર્માના ભાવેશ સોલંકીનું નામ સામે આવ્યુ છે..આ ઉપરાંત મુંબઈના ચિંતન ચંદ્રા અને સાગર નામના બે ઈસમો દ્વારા પણ ટોસિલિઝૂમેબ ઈન્જેકેશનનો કાળો કારોબાર કરવામાં આવતો હતો.રાબડીયા હોસ્પિટલ ના નામે ખોટા પ્રિસ્ક્રિપ્સન બનાવી એકટેમરા ઇન્જેક્શન નો કાળો કારોબાર થતો હોવાનો ખુલાસો થયો છે

અમિત મંછારામાનીએ ક્યાં-કયાંથી કરી ખરીદી

  • સંબંધી ચિંતન મારફતે મુંબઈના ભાવેશ પાસેથી નંગદીઠ રૂ. ૬૦ હજારમાં ખરીદ્યું ઈન્જેક્શન
    ભાવેશ પાસેથી ત્રણ નંગ ઈન્જેકશન ખરીદ્યા
  • બિલ વગર રૂ. ૭૫ હજારમાં નંગ દીઠ ઈન્જેકશનનું વેચાણ કર્યું
  • જુદા-જુદા દર્દીના પ્રિસ્ક્રપ્શનની નકલો બતાવી ગોતાની ધ્રુવી ફાર્મા પાસેથી ખરીદ્યા ઈન્જેકશન
  • ભાવેશ સોલંકી પાસેથી રૂ. ૩૩ હજારના ભાવે છથી સાત નંગ ઈન્જેશન ખરીદ્યા
  • ગોતાના ધ્રુવી ફાર્માના ભાવેશ સોલંકીને કમિશન પેટે ત્રણ હજાર ચુકવ્યા
  • દર્દીને નંગદીઠ રૂ.૪૫ હજારમાં બિલ વગર ઈન્જેકશન વેચ્યા
  • જમાલપુરના કોરોનાના દર્દીના પ્રિસ્ક્રપ્શન પર રૂ. ૩૩ હજાર દીઠ બે ઈન્જેકશન ખરીદ્યા
  • સુરતના મિતુલ શાહના કહેવાથી પ્રહલાદનગરના પૂજાબહેન ટીકમાણીને બે ઈન્જેકશન આપ્યા
  • વધુ એક ઈન્જેકશન કે.આર. મહેતા ફાર્મામાંથી ખરીદી રૂ. ૩૩ હજારમાં ખરીદ્યુ
  • પૂજાબહેન ટિકમાણીને ઈન્જેકશનનું નંગદીઠ રૂ. ૩૯ હજારમાં વેચાણ કર્યું
  • અમદાવાદની કે.આર. મહેતા ફાર્મામાંથી રૂ. ૩૩ હજારના નંગદીઠ બે ઈન્જેકશન ખરીદ્યા

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!