કહેવાય છે કે, ગુસ્સો માણસની વિચારવાની ક્ષમતાને નષ્ટ કરી નાખે છે. જેના કારણે માણસ ક્યારેક ક્યારેક અતિ ગુસ્સામાં આવીને એવું પગલુ ભરી લેતો હોય છે, જેના ખરાબ પરિણામ આવતા અંતે પસ્તાવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.
આ ઘટના મધ્ય પ્રદેશના નાગદાના વિદ્યાનગર વિસ્તારની છે. જ્યાં એક કાળજૂ કંપી જાય તેવી ઘટનાથી સનસની ફેલાઈ છે. અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાના શકમાં એક મહિલાને તેના પતિએ, સાસુ-સસરા અને અન્ય એક સંબંધી મહિલાએ ઘરમાં બંધ કરી તેને ઢોર માર માર્યો હતો. તેને મારતા મારતા ઘરની બહાર સુધી ખેંચી લાવ્યા હતા. તથા તેને મરેલી સમજીને ઘરની બહાર ફેંકી આવ્યા હતા. હદ તો ત્યારે થઈ ગઈ, જ્યારે પાડોશના લોકો પણ આ પ્રકારનો તમાશો જોતા રહ્યા ને મદદ માટે કોઈ આગળ પણ ન આવ્યું.

તો વળી આ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થયા બાદ મહિલા 10 મિનિટ સુધી તડપતી રહી હતી, તેમ છતાં કોઈ તેની નજીક આવવાની હિમ્મત પણ કરતુ નહોતું. ગંભીર રીતે ઘાયલ થયેલી આ મહિલાને ઈન્દૌરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. જ્યાં હાલમાં તેની હાલત અત્યંત ચિંતાજનક છે.
આ ઘટના કેટલી ગંભીર હશે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, આ પિશાચી પરિવારના સભ્યોએ પહેલા તો આ મહિલાની તલવારથી જીભ કાપી નાખી, ગાલ, હોઠ અને એક સ્તન કાપી નાખ્યું. અહીંથી પણ તેઓ રોકાયા નહોતા. પણ મહિલાના મોઢામાં અને તેના પ્રાઈવેટ પાર્ટમાં વેલણ ઘૂસાડી દીધુ હતું. આજૂબાજૂના લોકોને આ મહિલાની ચિસો સંભળાતી રહી, પણ કોઈ ફરક્યૂ પણ નહીં.
ત્યાર બાદ તેને મારતા મારતા પરિવારના લોકો ઘરની બહાર ઢસળી લાવ્યા, ત્યારે પણ લોકો તમાશો જોતા રહ્યા હતા. આરોપીઓને લાગ્યુ કે, મહિલા મરી ગઈ છે, તો તેને બહાર ફેંકી આવ્યા, તથા ઘરને તાળુ મારી તમામ લોકો ફરાર થઈ ગયા હતા.
પોલીસે આ ઘટના બાદ જણાવ્યુ છે કે, પોલીસે મહિલાના પતિ, સાસુ-સસરા અને અન્ય એક મહિલા વિરુદ્ધ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના આરોપમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…